જામનગર જિલ્લા પોલીસનો નેત્રમ વિભાગ રાજ્યભરમાં રેન્કીંગમાં બીજા સ્થાને

  • February 28, 2026 05:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર જિલ્લા પોલીસ વિભાગની કમાન્ડ ક્ધટ્રોલ (નેત્રમ)ની ટીમે જામનગર જિલ્લામાં ત્રિમાસિક કામગીરીના રિપોર્ટ દરમિયાન અસરકારક અને પ્રસંશનીય કામગીરી કરી હોવાથી ત્રિમાસિક ગાળાના રિપોર્ટના અનુસંધાને સમગ્ર રાજ્યમાં બીજા રેન્ક સાથે અવ્વલ કામગીરી કરી હોવાથી રાજ્યના ડી.જી.પી. દ્વારા જામનગર નેત્રમ વિભાગની ટીમને પુરકૃત કરાયા હતા, અને જિલ્લા પોલીસવડા સહિત સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.


જામનગર જિલ્લા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી વિશ્વાસ પ્રોજેકટ હેઠળના પવન નેશન, વન પ્રોગ્રામથ  પ્રોજેક્ટ હેઠળ ટ્રાફિક નિયમનો તથા શહેરમા બનતા ગુન્હાનાઓની શોધ માટેની કામગીરી કરવામા આવે છે. 

​​​​​​​


જેમા જામનગર નેત્રમ ટીમ દવારા તા.૦૧.૧૦.૨૦૨૫થી તા.૩૧.૧૨.૨૦૨૫ દરમ્યાન ત્રીમાસીક ક્વાર્ટર-૪ માં જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક  મીત રૂદલાલ ની સુચના મુજબ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના પો.સબ.ઇન્સ. બી.બી.સિંગલ માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. પરેશભાઇ એ.ખાણધર, પો.હેડ.કોન્સ પ્રદિપસિંહ સોઢા  તથા નેત્રમની ટીમની અથાગ મહેનતથી હિટ એન્ડ રનના -૨૬ કેસો, ગુમ-૦૧, ચોરી-૨૪, લુંટ-૦૨, ભયજનક રીતે વાહન ચલાવતા વાહન ચાલક વિરુધ્ધના-૨૨૩ કેસો,  તેમજ અન્ય કેસો-૨૯ તથા કુલ ૧૭ અરજદારોને તેમનો સામાન પરત અપાવી કુલ-૩૨૩ ગુનાનુ ડિટેક્શન કરી ગુજરાત રાજ્ય કક્ષાએ ડિટેક્શન કેટેગરીમાં જામનગર જિલ્લાને સમગ્ર રાજ્યમાં સેક્ધડ રેંક અપાવી હતી.


જે પ્રશંસનીય અને અસરકારક કામગીરી કરવા બદલ ગુજરાત રાજયના ડી.જી.પી ડો. કે.એલ એન. રાવ ના હસ્તે જામનગર પોલીસ વિભાગની નેત્રમ ટીમ વતી એ.એસ.આઇ. પરેશભાઇ એ.ખાણધર ને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દવારા સમગ્ર નેત્રમ ટીમને આ પ્રમાણપત્ર મેળવવા બદલ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application