જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

  • January 26, 2026 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીશ્રીઓ, કર્મયોગીશ્રીઓ અને BLOઓનું સન્માન કરવામાં આવ્યું


જામનગર તા.૨૫ જાન્યુઆરી, ભારતના ચૂંટણી પંચની સ્થાપના ૨૫ મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ કરવામાં આવી હતી જેના ભાગરૂપે દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.



જે અંતર્ગત કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને ૧૬ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.


કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, ભારતનું ચૂંટણીપંચ ઉત્તમ વ્યવસ્થાપનનું આદર્શ ઉદાહરણ છે. એસ.આઈ.આર. અંતર્ગત મતદાર યાદીને વધુ સચોટ, પારદર્શક અને અપડેટ બનાવવાના ઉદ્દેશથી ઘરદીઠ સર્વે પૂર્ણ કરી સચોટ મતદાર યાદી બનાવવામાં આવી રહી છે.



​​​​​​​આ કામગીરીમાં બીએલઓ, સુપરવાઈઝર, ચૂંટણી કર્મચારીઓ તથા સ્વયંસેવકો દ્વારા ખૂબ જ જવાબદારીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા બદલ કલેક્ટરએ સૌને અભિનંદન પાઠવ્યા હતા. 


યુવાનો દેશનું ભવિષ્ય છે અને જ્યારે યુવા મતદાતા જાગૃત બને છે, ત્યારે લોકતંત્ર વધુ મજબૂત બને છે. આપણે સૌએ નિષ્પક્ષ અને જવાબદારીપૂર્વક મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવાની દિશામાં યોગદાન આપવું જોઈએ.


કાર્યક્રમમાં મતદાન કરી અન્યને પ્રેરણા પૂરી પાડતા વરિષ્ઠ તેમજ દિવ્યાંગ મતદારોનું મહાનુભવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતુ તેમજ નવા નોંધાયેલા યુવા મતદારોને ચૂંટણીકાર્ડ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે જામનગર જિલ્લામાં ચૂંટણી કામગીરી કરનાર પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, કર્મચારીઓ, વિધાનસભા મત વિસ્તાર વાઈઝ શ્રેષ્ઠ કામગીરી બદલ બુથ લેવલ ઓફિસર, બીએલઓ, વગેરેનું સમ્માન કરી કલેકટરએ અભિનંદન પાઠવ્યા હતા. 


આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં રાષ્ટ્રીય મતદાતા દિવસને અનુરૂપ સુંદર રંગોળીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેએ મતદાન કરવા અંગે શપથગ્રહણ કર્યા હતા. 


આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર શારદા કાથડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દીપા કોટક, પ્રાંત અધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ વગેરે ઉપથિત રહ્યા હતા. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application