ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરી રહેલી ૨૧ ઇકો કબ્જે : શહેરમાં ૧૨૨ જેટલા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી
જામનગર શહેરમાં ટ્રાફિક નિયમનનો ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે ટ્રાફિક શાખાએ તવાઈ બોલાવી છે, તેમ જ ગેકાયદે મુસાફરોની હેરાફેરી કરી રહેલા વાહકો સામે પણ લાલ આંખ કરી છે. જે અનુસાર ગઈકાલે જામનગરના સાત રસ્તા સર્કલ સહિતના વિસ્તારના શહેરની ટ્રાફિક શાખાએ વિશેષ ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી, અને ૨૧ ઇકો કાર ડીટેઇન કરી લેવાઇ છે. આ કાર્યવાહીથી ગેરકાયદે રીતે મુસાફરોની હેરાફેરી કરતા વાહન ચાલકોમાં ભારે નાશભાગ મચી ગઈ હતી.
આ ઉપરાંત જુદા જુદા વિસ્તારમાં ટ્રાફિક ઝુંબેશ હાથ ધરીને કુલ ૧૨૨ વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી કરી છે, અને તેઓ પાસેથી રૂપિયા ૬૮,૩૦૦ નો હાજર દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
એસપી પ્રેમસુખ ડેલુની સુચના અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા ટ્રાફિક શાખાના પીઆઇ એમ.બી. ગજજરના માર્ગદર્શન હેઠળ જામનગર ટ્રાફિક શાખાના સ્ટાફ દ્વારા સાત રસ્તા સર્કલ, સુભાષ બ્રીજ પાસે અડચણરુપ વાહનો તેમજ પરમીટ ભંગ કરી વધુ પેસેન્જર પરિવહન કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, આ કાર્યવાહીના પગલે નિયમનો ભંગ કરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભારતે જીતની હેટ્રિક લગાવી: ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ
March 03, 2025 12:40 AMJio અને Zepto સાથે ટૂંક સમયમાં આવશે આ 5 IPO
March 02, 2025 07:46 PMઆગામી 24 કલાક ચમોલી માટે ખરાબ રહેશે, IMD એ હિમપ્રપાત અને વરસાદની ચેતવણી જારી કરી
March 02, 2025 07:28 PMસેબીના પૂર્વ ચીફ માધવી પુરી બુચ સામે FIR નો આદેશ, ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટનો મોટો નિર્ણય
March 02, 2025 07:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech