આ કેસની હકીકત એવી છે કે, આ કામે ગુજરનાર દિવ્યરાજસિંહ ને આરોપી અનિરૂધ્ધસિંહ સોઢા સાથે ટોલનાકા બાબતે ઝધડો થયેલ હતો તથા આરોપી ઓમદેવસિંહ સાથે ધ્રોલ મુકામે આવેલ પ્લોટ બાબતે અગાઉ મનદુઃખ ચાલતુ હતુ જેનો ખાર રાખી આરોપી અનિરૂધ્ધસિંહ તથા ઓમદેવસિંહ એ કાવતરૂ રચી બહાગાામથી શાપશુર્ટર મુસ્તાક પઠાણ, રોહિંતસિંહ ઉર્ફે સોનુ તથા અખિલેશસિંહ નાઓને બોલાવી ગુજરનાર દિવ્યરાજસિંહ તથા તેના મિત્ર ફરીયાદી જયદીપસિંહ બન્ને પોતાની કાર પેજેરો લઈ એ.ટી.એમ માંથી રૂપીયા કાઢી પોતાની કાર પેજેરોમાં બેસવા જતા હતા તે દરમ્યાન આરોપી અનિરૂધ્ધસિંહ સોઢા, રોહિતસિંહ ઉર્ફે સોનુ, અખિલેશસિંહ ઉર્ફે બબલુ તથા મુસ્તાક પઠાણ સ્વીફટ કારમાં આવેલ અને આરોપી રોહિતસિંહ તથા મુસ્તાક પઠાણ પોતાની પાસે રહેલ પીસ્તલ માંથી ગુજરનાર પર ફાયરીંગ કરતા ગુજરનાર દિવ્યરાજસિંહ નીચે પડી ગયેલ તે દરમ્યાન અખિલેશસિંહ પોતાની પાસે રહેલ પીસ્તલમાંથી ફાયરીંગ કરી દિવ્યરાજસિંહનું ખુન કરી ત્યાંથી નાસી ગયેલ હતા.
ઉપરોકત આક્ષેપો સાથે જામનગર ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૨૦૨૦૧૪૨૦૦૦૮૭/૨૦૨૦થી આઈ.પી.સી કલમ-૩૦૨, ૧૨૦(બી) તથા આર્મ્સ એકટ ૨૫(૧-બી) એ, ૨૯ મુજબનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને ત્યારબાદ તપાસના અંતે આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો હોય પોલીસ દ્વારા ચીફ. જયુડી. મેજી. સાહેબ સમક્ષ ચાર્જસીટ રજુ કરવામાં આવેલ.
ઉપરોકત કેસ સેશન્સ કમીટ થતા ચાલવા પર આવતા ફરીયાદ પક્ષે પોતાના કેશ સાબિત કરવા ફરીયાદી સહિત સાહેદો, મૌખિક પુરાવો અને દસ્તાવેજી પુરાવો રજુ કરેલ અને ફરીયાદ પક્ષે પોતાનો કેશ સાબિત કરેલ છે તેવી રજુઆત કરેલ જયારે આરોપીના વકીલ અશોક એચ. જોશી તથા પીયુષભાઈ શાહ તથા ભગીરથસિંહ ડોડીયાનાઓએ પુરાવાના અંતે એવી દલીલ કરેલ કે ફરીયાદીનો પુરાવો માની શકાય તેમ નથી તેજ રીતે ફરીયાદીની જુબાની ફરીયાદ પક્ષના અન્ય સાહેદોનું સમર્થન મળતુ નથી તેમજ આરોપી વિરૂધ્ધ કોઈ પુરાવો આવેલ નથી તેવી દલીલ કરેલ અને ફરીયાદ પક્ષ પોતાના કેશ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ હોય આરોપીને નિદોર્ષ ઠરાવી છોડી મુકવા અરજ છે તેવી દલીલ કરેલ.
ઉભય પક્ષોની દલીલો સાંભળી જામનગરના મહે. એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબ દ્વારા ફરીયાદીનો પુરાવો માનવા યોગ્ય નથી અને તેના પુરાવાથી સમર્થન મળતુ નથી તેવા સંજોગોમાં રજુ થયેલ પુરાવા ઉપરથી આરોપી પરનો આરોપ નિઃશંક પણે સાબિત કરી શકેલ નથી તેમ ઠરાવી આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કરેલ આરોપી તરફે વકીલ અશોક એચ. જોશી તથા પીયુષભાઈ શાહ તથા ભગીરથસિંહ ડોડીયા રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોનાના ભાવમાં મોટું ગાબડું, ચાંદી પણ સસ્તી થઈઃ જાણો નવા ભાવ
March 07, 2026 06:28 PMઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
