ભાવનગરમાંથી થોડા સમય અગાઉ ઋચી સ્ટીલ દ્વારા આચરવામાં આવેલા ૫૦ કરોડના બોગસ બિલિંગ કૌભાંડ થકી ૮. ૨૨ કરોડની વેરાશાખ લીધી હોવાના કેસમાં સીજીએસટી તંત્ર દ્વારા જીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. ઉપરાંત રાકેશ રાઠોડના કેસમાં પણ બેંકમાંથી મોટી રકમ રોકડમાં કેવી રીતે ઉપાડવામાં આવતી હતી તેના અંગે પણ તપાસ થઈ રહી છે.
ઋચી સ્ટીલના ચંદ્રભાણ મૌર્ય ઉર્ફે ભાંજાએ શિપ બ્રેકરોના બંધ થઇ ગયેલા પાનનો ઉપયોગ કર્યો હોવાની દિશામાં તપાસ ચાલી રહી છે. પરંતુ સીજીએસટી તંત્ર દ્વારા ખુટતી કડીઓ જોડવામાં આવી રહી છે, અને તેમાં ભાંજા તો મ્હોરૂ હોવાનું અને તેના ઉપર પણ કોઇ કિંગ પિન હોવા અંગેની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. ભાંજોએ ખરીદી માટે દર્શાવેલી તમામ પેઢીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. તેની સામે ભાંજાએ જ્યાં માલ વેચાણના ફક્ત બિલ ફાડયા છે તેવા તમામ વેચાણ વ્યવહારોની ચકાસણી થવી પણ જરૂરી છે. ખરીદી જો બોગસ હોય તો તેવી તમામ પેઢીઓના રજીસ્ટ્રેશન તથા જેઓએ બોગસ બિલ લીધા છે તેવા લોકોના પણ રજીસ્ટ્રેશન નંબર રદ્દ કરવાની દિશામાં કાર્યવાહી થવી જરૂરી છે. ભાંજા પાસેથી મળી આવેલા બિલોમાં શિપ બ્રેકિંગ પેઢીઓ દ્વારા પેઢીના નામ તબદીલ થયા બાદ તેઓના જૂના પાન રદ્દ કરાવી અને નવા લેવામાં આવે છે, તેવા જૂના પાનના આધારે ખરીદ-વેચાણ થયા હોવાની બાબતો પણ તંત્રને ધ્યાને આવી છે.
રાકેશ રાઠોડની મેસર્સ ન્યૂ કૃષ્ણા મશીન ટૂલ્સ અને મેસર્સ આર. આર. એન્ટરપ્રાઈઝ પેઢીઓ દ્વારા બેંક થકી કોની કોની સાથે વ્યવહારો કરવામાં આવ્યા છે, તેની તપાસ ચાલુ છે, ઉપરાંત બેંક દ્વારા પણ મોટી રકમના રોકડ ઉપાડની વ્યવસ્થા કઇ રીતે કરાઈ હતી તે દિશામાં તપાસ કરાઈ રહી છે. રાઠોડે નિવેદનમાં જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કમિશન ચુકવી રહ્યા હોવાની બાબતનો ઉલ્લેખ કર્યો હતો અને જાણવા મળ્યા પ્રમાણે જો સી.એ.ની સામેલગીરી જણાશે તો તેના રજીસ્ટ્રેશન રદ્દ કરાવવા સહિતની પણ કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMરાજકોટ: કુવાડવાના રાયોટિંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:06 PMજામનગરમાં ભાજપ દ્વારા ભારતીય સેનાના પરાક્રમના સન્માનમાં તીરંગા યાત્રા યોજાઈ
May 14, 2025 06:58 PMગુજરાત સરકારે નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારી આટલા લાખ રૂપિયા કરી
May 14, 2025 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech