અનંત અંબાણી-રાધિકા મરચન્ટની ત્રણ દિવસની ઐતિહાસિક પ્રિ-વેડીંગ સેરેમની રંગેચંગે પૂર્ણ: અમિતાભ બચ્ચન, સચીન તેંદૂલકર, બિલ ગેટ્સ, ગૌતમ અદાણી, આમિરખાન, શાહરુખખાન, સલમાનખાન, સંજય દત્ત, રજનીકાંત, શ્રેયા ઘોષાલ, પૂ.રમેશભાઈ ઓઝા, શાંત, આસામ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, એકોન, દલબીરસિંઘ, અરજીતસિંઘ સહિતના દિગ્ગજો ખુશીથી ઝૂમી ઉઠ્યા
જામનગર નજીક મોટી ખાવડીમાં અબાણી પરિવારના આંગણી તેમના પુત્ર અનંત-રાધિકાની પ્રિ-વેડીંગ સેરેમની ત્રણ દી’ ચાલી હતી. સતત ત્રણ દિવસ સુધી અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. કેટલાંક લોકોએ પર્ફોમન્સ પણ કર્યું હતું અને લોકો મન મૂકીને નાચ્યા હતાં. ગઈકાલે મોડી રાત સુધી આ કાર્યક્રમ ચાલુ રહ્યો હતો જેમાં દેશ-વિદેશના દિગ્ગજોમાં સદીના મહાનાયક અમિતાભ, માર્ક ઝૂકરબર્ગ, બિલ ગેટ્સ સહિતના અનેક મહાનુભાવોએ આનંદ વ્યકત કર્યો હાતો.
આ કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન, સચીન તેંદૂલકર, બિલ ગેટ્સ, ગૌતમ અદાણી, આમિરખાન, શાહરુખખાન, સલમાનખાન, સંજય દત્ત, રજનીકાંત, શ્રેયા ઘોષાલ, પૂ.રમેશભાઈ ઓઝા, શાંત, આસામ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, એકોન, દલબીરસિંઘ, અરજીતસિંઘ સહિતના દિગ્ગજો ખુશીથી ઝૂમી ઉઠ્યા.
ઉપરાંત દીપીકા પદૂકોણ, રણબીરસિંગ, સલમાનખાન, આમિરખાન, કેટરીના કૈફ, મહેન્દ્રસિંહ ધોની સહિતના અનેકે પર્ફોમન્સ કર્યુ હતું, શ્રેયા ઘોષાલ અને એરન, અરજીતસિંઘ, શાન સહિતના મહાનુભાવોએ પણ સ્ટેજ ઉપર પર્ફોમન્સ વ્યકત કર્યું હતું. સંજય દત્ત, બ્રેવો, અનિલ કપુર, પૂ.રમેશભાઈ ઓઝા, જીતેન્દ્ર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે, આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વાશર્મા, ઉદિત નારાયણ, સુખવીંદરસિંઘ, વરુણ ધવન, માધુરી, ડૉ.નેને, અનિલ કપુર, અક્ષયકુમાર, મહાનાયક અમિતાભ, મનિષ મલ્હોત્રા, કિરણ રાવ, અજય દેવગણ, કાજોલ, સુનિલ સેટ્ટી, રામચરણ, રોહિત શર્મા અને રીતીકા, શ્રદ્ધા કપુર, અનન્યા પાંડે સહિતના અનેક મહાનુભાવોએ હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
***
મહારાષ્ટ્ર અને આસામના મુખ્યમંત્રી જામનગરના મહેમાન બન્યા
જામનગરના આંગણે દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને વૈભવી મર્ચન્ટના વેડિંગ સેરેમનીનો ગઇકાલે અંતિમ દિવસ હતો, ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે તેમજ આસામના મુખ્યમંત્રી હેમંતા વિશ્વશર્માનું ગઇકાલે જામનગરના એરપોર્ટ પર આગમન થયું હતું. આ ઉપરાંત મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર સીંદે પણ જામનગરના એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, મહારાષ્ટ્ર અને આસામના મુખ્યમંત્રી નું જામનગરના એરપોર્ટ પર જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા વગેરે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
***
અનંત-રાધિકાનાં પ્રિ-વેડીંગ ઉત્સવ નિમિત્તે બાપાને વિક્રમી રોટલો ધરાવાયો
જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણી તથા નીતાબેન અંબાણીનાં નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં પ્રિ-વેડીંગ સેલિબ્રેશન નિમિત્તે બોલીવુડ કલાકારોનાં ભવ્ય આયોજનોની સાથે જ ધર્મકાર્યો પણ થઇ રહ્યા છે. જે અંતર્ગત હાપા જલારામ મંદિરે શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્રનાં ઉપક્રમે સંત શિરોમણી શ્રી જલારામ બાપાને વિશ્વ વિક્રમી રોટલો ધરાવવામાં આવ્યો હતો. તેમજ સંધ્યા આરતી પછી ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
***
જામનગરને ઇન્ટરનેશનલ એરપોર્ટની માન્યતા બાદ ૩૫૦ ફલાઇટની મુવમેન્ટ
દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ ભાઈ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગનીના સમારોહને અનુલક્ષીને જામનગરના એરપોર્ટ પર સંખ્યાબંધ ડોમેસ્ટિક ફ્લાઇટ અવર જવર રહેવાની હોવાથી એરપોર્ટ ઓથોરિટી દ્વારા થોડા દિવસો માટે જામનગરના એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકેની માન્યતા આપી છે અને દેશ વિદેશથી ઢગલાબંધ ફ્લાઇટની અવરજવર થઈ છે.
જામનગરના એરપોર્ટ પર ફલાઈટોની મુવમેન્ટને લઈને એરપોર્ટના ડાયરેક્ટ ડી.કે.સિંગે આપેલી માહિતી મુજબ ૨૬ ફેબ્રુઆરીથી તારીખ ૩.૩.૨૪ સુધીના સમયગાળા દરમિયાન કુલ ૩૫૦ ડોમેસ્ટિક ફ્લાઈટોનું મુવમેન્ટ થયું છે. જયારે ૮૬ ઇન્ટરનેશનલ ફ્લાઇટનું મુવમેન્ટ જામનગરના એરપોર્ટ પર થયું છે અને આ દિવસો દરમિયાન કુલ ૪૫૦૦ જેટલા મહેમાનોની એરપોર્ટ પર અવર-જવર જોવા મળી છે.
ભારત સરકારની મંજૂરીથી ઈમીગ્રેશન તેમજ કસ્ટમ સહિતની સુવિધાઓ પણ જામનગરના એરપોર્ટ પર ઉપલબ્ધ કરાવાઈ હતી અને ફલાઇટની મુવમેન્ટ વધતાં અન્ય એરપોર્ટ સેન્ટરો પાસેથી વધારાના સ્ટાફને પણ જોડવામાં આવ્યો હતો. જામનગરના એરપોર્ટ પર આજે ૨૪ થી વધુ ફ્લાઈટની અવર-જવર થઈ હતી. આજે ૪ માર્ચે કુલ ૧૬૦ લાઈટોનું જામનગરના એરપોર્ટ પરથી આવા ગમન થશે અને મહેમાનોની હેરફેર કરાશે. જેમાં ૧૦ ઇન્ટરનેશનલ ફ્લાઇટનો પણ સમાવેશ થાય છે. સૌથી વધુ ૧ માર્ચના રોજ ૧૬૦ ફ્લાઈટનું મુવમેન્ટ થયું હોવાનું પણ એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયું હતું.
***
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ફેમીલીનું ભવ્ય સ્વાગત
ભારતના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને વૈભવી મર્ચન્ટના પ્રી વેડિંગ શેરેમનીના અંતિમ દિવસે બોલિવૂડના કલાકાર અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ગઇકાલે તેમના પરિવાર સાથે જામનગરના એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. તેઓની સાથે જયા બચ્ચન અને અભિષેક બચ્ચન પણ જોડાયા હતા, તેઓ ચાર્ટર્ડ ફલાઇટ મારફતે એરપોર્ટ પર ઉતર્યા પછી તેઓને રનવે પરથી રોલ્સ રોય કાર મારફતે મોટી ખાવડી લઈ જવામાં આવ્યા હતા અને પ્રી વેડિંગ સેરેમની સમારોહમાં હાજરી આપી છે.
આ ઉપરાંત પ્રી વેડિંગ સેરેમનીના ઉજવણીના અંતિમ દિવસે આજે બોલિવૂડના ખ્યાતનામ સિંગરોનો રસાલો પણ જામનગર આવી પહોંચ્યો હતો, જેમાં ખ્યાતનામ સિંગર અરિજિતસિંગનું જામનગરના એરપોર્ટ પર આગમન થયું હતું, આ ઉપરાંત શ્રેયા ઘોષાલ, મોહિત ચૌહાણ, ફેમશ સિંગર એકોન સહિતના સિંગરોની પણ જામનગરના એરપોર્ટ પર હાજરી જોવા મળી હતી અને તેઓ મોટરમાર્ગે મોટી ખાવડી રવાના થયા હતા. સાઉથના સુપરસ્ટાર રજનીકાંત ઉપરાંત મુન્નાભાઈથી બોલીવુડમાં પ્રચલિત એવા સંજય દત્ત, દેશના અન્ય અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ ગઇકાલે ચાર્ટર પ્લેન મારફતે જામનગરના એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાં.
***
અનંત-રાધિકાની સેરેમનીમાં મહાનાયક સહિત અનેક દિગ્ગજો જોડાયા
જામનગર એરપોર્ટ ઉપર અને મોટી ખાવડી ખાતે તા.૧ થી ૩ દરમ્યાન અનેક દિગ્ગજો અંબાણી પરીવારના મહેમાન બન્યા હતાં, મહાનાયક અમીતાભ બચ્ચન, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાંથ સીંદે, આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્ર્વા શર્મા, કથાકાર રમેશભાઇ ઓઝા, દીપીકા-રણબીરસિંગ, અભિષેક-એશ્ર્વર્યા, સલમાન ખાન, શાહરુખ ખાન, અમીરખાન, જીતેન્દ્ર, શ્રેયા ઘોષાલ, માર્ક ઝુકરબર્ગ, બિલ ગીટસ, રજનીકાંત, શાન, પરીમલભાઇ નથવાણી, કેટરીના કૈફ-વિકી કૌશલ, કરીના કપુર-સેફઅલી ખાન, સચીન તેંડુલકર-અંજલી તેંડુલકર, બ્રેવો, ધોની-સાક્ષી, રોહીત શર્મા, સંજય દત્ત, ગૌતમ અદાણી સહિતના દિગ્ગજોએ સમારંભમાં ભાગ લીધો હતો, મુકેશ અંબાણી-નિતા અંબાણીએ પણ ગીત ઉપર પરર્ફોમન્સ કર્યુ હતું અને આ પ્રસંગ હાલાર માટે પણ યાદગારરુપ બની ગયો હતો. ખાસ કરીને મુકેશ અંબાણી અને અનિલ અંબાણીએ પ્યાર હુઆ ઇકરાર હુઆ ગીત પર સ્ટેજ પરર્ફોમન્સ કરતા લોકોએ ચીચીયારી કરીને વધાવ્યા હતાં, જામનગરનું એરપોર્ટ ૧૦ દિવસ માટે ઇન્ટરનેશનલ બની ગયું હોવાથી ૩૫૦ થી વધુ ફલાઇટોએ અવરજવર કરી હતી, ખાસ કરીને લાંબા સમય બાદ ત્રણેય ખાન અમીર ખાન, સલામન ખાન અને શાહરુખ ખાન, કરીના કપુર, રણબીરસિંગ સહિતના દિગ્ગજોએ સ્ટેજ ઉપર પરર્ફોમન્સ કર્યુ હતું, જામનગરની બાંધણીઓ અને ડ્રાયફ્રુટ કચોરીનું ગીફટ પણ મહેમાનોને આપવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર: તીનબતી ચોક ઝુલેલાલ મંદિર પાસે બે યુવાનો પર જીવલેણ હુમલો
November 18, 2024 05:39 PMપુષ્પા-2 ફિલ્મના ટ્રેલર લોન્ચીંગમાં ઉમટી પડી જનમેદની
November 18, 2024 05:25 PMમસ્કની કંપની સાથે ઈસરો દ્વારા એડવાન્સ કોમ્યુનીકેશન સેટેલાઈટ લોન્ચ
November 18, 2024 05:24 PMશા માટે લોકો મોઢામાં એલચી રાખીને ઊંઘે છે, જાણો તેના ફાયદા
November 18, 2024 05:20 PMનાણામંત્રી નિર્મલા સીતારમણે એક્સ યુઝર્સના સવાલનો આપ્યો આવો જવાબ
November 18, 2024 04:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech