દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિની પરિસ્થિતિ બાદ સઘન સફાઈ ઝુંબેશ

  • September 02, 2024 11:19 AM 

દ્વારકા અને રાવલમાં પાલિકા દ્વારા સફાઈની કામગીરી: દવાનો છંટકાવ



દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરના અતિભારે વરસાદ બાદ સાફ-સફાઈ અને દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં દ્વારકા તેમજ રાવલ નગરપાલિકા દ્વારા મચ્છરજન્ય  રોગચાળો ન ફેલાય તે માટે વિવિધ વિસ્તારોમાં સાફ-સફાઈ કરવાની કામગીરી કરવામાં આવી હતી.

દ્વારકા અન્ય રાવલમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય, તે પાણીનો યોગ્ય નિકાલ કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે. સાથે વિવિધ વોર્ડમાં મચ્છર નિયંત્રણ દવાનો છંટકાવ અને વરસાદના કારણે વિસ્તારોમાં જે કચરો જમા થયો હોય, કાદવ - કિચડને દૂર કરવા માટે સઘન સફાઈ કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. પાણીજન્ય કે અન્ય રોગચાળો ના ફેલાય તે માટે આગામી દિવસોમાં પણ આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે તેમ સ્થાનિક વહીવટી તંત્રએ જણાવ્યું છે.


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે શનિવારે સાંજ સુધીમાં દ્વારકા તાલુકામાં 2199 મી.મી., ખંભાળિયા તાલુકામાં 2159 મી.મી., કલ્યાણપુર તાલુકામાં 1950 મી.મી. તથા ભાણવડ તાલુકામાં 1428 મી.મી. વરસાદ વરસી ચુક્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application