૧૩ કીલોથી વધુ અખાદ્ય જથ્થાનો કરાયો નાશ: ૧૦૪ થી વધુ કેમ્પોમાં પણ કરાઈ તપાસ
આગામી હોળીના તહેવાર નિમિત્તે દ્વારકા ખાતે ઉજવવામાં આવનાર ફૂલડોલ ઉત્સવ ૨૦૨૫ અન્વયે કલેકટર દેવભૂમિ દ્વારકા, પ્રાંત અધિકારીશ્રી દેવભૂમિ દ્વારકાની સૂચના તેમજ ડેઝીગ્નેટેડ ઓફિસર -દેવભૂમિ દ્વારકાના માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર જામનગર દ્વારા સિનિયર ફૂડ સેફટી ઓફિસર અને ફુડ સેફ્ટી ઓફિસરની ટીમ દ્વારા તા. ૦૭/૦૩/૨૦૨૫ થી જામનગર થી દ્વારકા સુધી ચાલીને આવતા પદયાત્રીઓ માટે ૧૦૪ જેટલા સેવાભાવી કેમ્પની તપાસ કરી પદયાત્રીઓને શુધ્ધ, આરોગ્યપ્રદ, હાઇજેનિક ખોરાક મળી રહે તે માટે જરૂરી સૂચનો કરેલ છે.
દ્વારકા નગરપાલિકાની ટીમ સાથે સંયુક્ત ટીમ સાથે તા.૧૧/૦૩/૨૦૨૫ રોજ અંદાજિત ૧૬ જેટલી રેસ્ટોરન્ટ, ખાણીપીણીની રેકડીઓમાં તપાસ કરવામાં આવેલ. જેમાં જરૂરી સ્વચ્છતા બાબતે તાકીદ કરવામાં આવેલ છે. અમુક પેઢીઓમાંથી ૧૩ કિલો (અંદાજિત કિંમત રૂ. ૮૦૦૦/ - )જેટલો વાસી તેમજ અખાદ્ય જથ્થાનો ધંધાર્થી દ્વારા સ્વૈચ્છિક નાશ નગરપાલિકાની સેનેટરી વાનમાં કરવામાં આવેલ છે. તેમજ દ્વારકા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંગે ૧૫૦૦/- રૂપિયા નો વહીવટી દંડ પણ વસૂલ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationવિદેશમાં ભારતીય વાહનોની ભારે માંગ, એક્સપોર્ટના આંકડા જોશો તો ચોંકી જશો
April 20, 2025 12:39 PMચીન ન કરે એટલું ઓછું....માણસો સાથે રોબટ્સે લગાવી 21 કિમીની દોડ, જુઓ વીડિયો
April 20, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech