દ્વારકા જિલ્લામાં મેલેરિયા વિરોધી સઘન ઝુંબેશ: તાવના 1000 કેસ

  • April 26, 2024 01:10 PM 

સર્વે ટીમ દ્વારા ર96પપ ઘરોની કરાઇ તપાસ: નવ દિવસ સુધી કરાશે કામગીરી


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્લ્ડ મેલેરીયા ડેની વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા વધુ સમાન વિશ્ર્વ માટે મેલેરીયા સામેની લડાઇને વધુ વેગ આપીએ મુજબ ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચોમાસા પૂર્વ તેમજ તે સમય દરમિયાન તેમજ તે પછીના સમયમા પણ જિલ્લો રોગ મુક્ત રહે તે હેતુસર જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આ રોગચાળાના નિયંત્રણ માટે તા.22થી 30 એપ્રિલ સુધી જિલ્લાના તમામ ગ્રામ્ય-શહેરી વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરીનું તેમજ આજ વર્લ્ડ મેલેરીયા ડે ની વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્ષ 2024 માટે નક્કી કરવામાં આવેલ થીમ વધુ સમાન વિશ્ર્વ માટે મેલેરીયા સામેની લડાઇને વધુ વેગ આપીએ મુજબ ઉજવણી કરવાનું આયોજન કરાયુ છે.


હાઉસ ટુ હાઉસ કામગીરી માટે આરોગ્ય વિભાગની 289 ટીમો જોડાઈ છે, જેમના દ્વારા દ્વારા નવ દિવસમાં અંદાજીત 1.5 લાખ ઘરોની મુલાકાત કરી પોરાનાશક કામગીરી કરાશે. સર્વેના પ્રથમ બે દિવસના અંતે આ ટીમો દ્વારા 29,655 ઘરોની તપાસ દરમિયાન કુલ 1,51,702 પાત્રોની તપાસ કરવામાં આવેલી હતી, જે પૈકી 535 પાત્રોમાં મચ્છરોના પોરા જોવા મળેલ હતો જે દરેક પાત્રોમા જંતુનાશક દવા દ્વારા પોરાનો નાશ કરાયો હતો. તેમજ કુલ 991 તાવના કેસ શોધવામાં આવ્યા હતા,તમામ કેસના સેમ્પલ લઇ ટેસ્ટિંગ અર્થે મોકલવામાં આવ્યા હતા.


સળંગ9 દિવસ ચાલનારી આ કામગીરીમાં આરોગ્યની ટીમો દ્વારા વાહક્જન્ય રોગોના શંકાસ્પદ દર્દીઓના લોહીના નમૂના લેવામાં આવશે, મકાનોમાં પાણી ભરાતું હોય તેવી જગ્યા પર દવાનો છંટકાવ કરાશે, તો બીજી બાજુ મચ્છરના બ્રીડિંગ મળે તેવા પાત્રોમા પોરાનાશક દવાનો પણ છંટકાવ કરવામાં આવશે તેમજ મેલેરિયા કે ડેન્ગ્યુના કેસ જોવા મળે તેવા વિસ્તાર, ગામ કે ઘરમા કોગીંગ થકી પણ દવા છંટકાવ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application