પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે તાજેતરમાં કહ્યું હતું કે "કાશ્મીર ઇસ્લામાબાદના ગળાની નસ છે. ભારતે આ અંગે કડક પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો અને કહ્યું કે, કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે અને પાકિસ્તાનને તેની સાથે કોઈ લેવાદેવા નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, કાશ્મીર પ્રત્યે પાકિસ્તાનની એકમાત્ર ચિંતા ગેરકાયદેસર રીતે કબજે કરેલા પ્રદેશને ખાલી કરવાની છે. તેમણે એમ પણ પૂછ્યું, કોઈ વિદેશી વસ્તુ ગળાની નસ કેવી રીતે હોઈ શકે? ભારતીય વિદેશ મંત્રાલયનું આ નિવેદન પાકિસ્તાનના તે વલણ પર જોરદાર હુમલો છે જેમાં તે કાશ્મીરને પોતાનો ભાગ ગણાવી રહ્યું છે.
કાશ્મીર પર ભારતનું વલણ
ભારતની કાશ્મીર નીતિ હંમેશા સ્પષ્ટ રહી છે. આ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે અને તેમાં બાહ્ય હસ્તક્ષેપનો કોઈ અવકાશ નથી. ભારતનું આ નિવેદન માત્ર રાજદ્વારી દૃષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય સ્તરે એક સંદેશ પણ આપે છે કે, ભારત કાશ્મીર અંગે કોઈપણ પ્રકારની નિવેદનબાજી કે દખલગીરી સહન કરશે નહીં.
આપણા પૂર્વજો માનતા હતા કે આપણે હિન્દુઓથી અલગ છીએ
વાસ્તવમાં, જનરલ અસીમ મુનીરનું નિવેદન એક વીડિયો સંદેશ પછી આવ્યું છે, જેમાં તેમણે પાકિસ્તાની યુવાનોને દેશની 'કહાની' યાદ અપાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું, "આપણા પૂર્વજો માનતા હતા કે આપણે હિન્દુઓથી અલગ છીએ, આપણા વિચારો, ધર્મ અને પરંપરાઓ અલગ છે. આ બે રાષ્ટ્ર સિદ્ધાંતનો પાયો છે." તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાનની દરેક પેઢીએ દેશની રક્ષા માટે બલિદાન આપ્યું છે અને આવનારી પેઢીઓએ પણ પાકિસ્તાનની વાસ્તવિકતા સમજવી જોઈએ. તેમના ભાષણનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાનમાં રાષ્ટ્રવાદી ભાવના જગાડવાનો હતો, પરંતુ તેમના કાશ્મીર નિવેદનથી ભારતમાં ગુસ્સો ભડકી ઉઠ્યો.
બલુચિસ્તાન અને આતંકવાદ પર પાકિસ્તાની સેના પ્રમુખનું નિવેદન
જનરલ મુનીરે બલુચિસ્તાનની પરિસ્થિતિ પર પણ કડક વલણ અપનાવ્યું અને કહ્યું કે "આતંકવાદીઓની દસ પેઢીઓ પણ બલુચિસ્તાન અને પાકિસ્તાનને નુકસાન પહોંચાડી શકે નહીં. તેમણે દાવો કર્યો કે, પાકિસ્તાની સેના આતંકવાદ સામે લડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને દેશની એકતા માટે કોઈ ખતરો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજસ્ટિન બીબરનું પેન્ટ સરકતા બ્રિટની સાથે તુલના કરી દેવાઈ
April 19, 2025 11:53 AMઅમીષાનો બિકીની લુક વાયરલ, લોકોએ ફૂલેલું પેટ જોઈ કહ્યું વગર લગ્ને પ્રેગનન્ટ?
April 19, 2025 11:49 AMકો-સ્ટાર્સના કારણે ફિલ્મ કરવાની ના પા ડી અને પછી ફિલ્મોએ રચ્યો ઇતિહાસ
April 19, 2025 11:48 AMTCS કંપની અમારી સાથે ભેદભાવ અને ભારતીયોની તરફેણ કરે છેઃ અમેરિકન કર્મચારીઓનો ચોંકાવનારો આક્ષેપ
April 19, 2025 11:45 AMકેસરી ચેપ્ટર 2 નું ધીમું ઓપનીંગ, રજામાં દર્શકો નહી મળે તો સફર મુશ્કેલ
April 19, 2025 11:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech