શિક્ષણ સહાયક ભરતીમાં વધારો કરી ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરો

  • November 25, 2024 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક (૯થી ૧૨)ની શિક્ષણ સહાયક ભરતીની જગ્યામાં વધારો કરી ક્રમિક ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા અંગે આજે ટાટના ઉમેદવારો દ્રારા રાજકોટ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું.
રાય સરકાર દ્રારા વર્ષ–૨૦૨૩માં ટાટ (એસ) અને ટાટ (એચએસ)ની દ્રિ–સ્તરીય પરીક્ષા લેવાયેલ હતી. જેમાં કુલ ૩૮,૭૩૦ જેટલા ઉમેદવારો પાસ થયેલ છે. રાયમાં સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજિત શિક્ષણ સહાયકોની ૧૫૦૦૦ કરતાં વધુ જગ્યાઓ ખાલી છે.
ભરતી પ્રક્રિયા ક્રમિક રીતે કરવામાં આવે. જેથી ઉમેદવારો રીપીટ થતાં અટકે અને વધુમાં વધુ ઉમેદવારોને રોજગારીની તક મળી રહે.
ઘણાં ઉમેદવારનો વયમર્યાદાનો પ્રશ્ન પણ છે તેમજ પારિવારિક જવાબદારીઓ હોવાથી વારવાર પરીક્ષાની તૈયારી કરી શકાય તેમ નથી. ભરતી પ્રક્રિયામાં નાહક વિલબં થઈ રહેલ હોઈ. આથી ભરતી પ્રક્રિયાને આડે આવતી તમામ અડચણો તાત્કાલિક દૂર થાય તેમજ ૭૫૦૦ની જગ્યામાં વધારો કરી ઝડપથી ક્રમિક ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application