દેશ કાજ કરવા સાથે દેવ કાજ કરવાનો દિવ્ય અનુભવ કરી રહ્યો છું: નરેન્દ્રભાઈ
વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, આ દર્શન દરમ્યાન ૨૧ મી સદીમાં ભારતના વૈભવની તસવીર પણ મારી આંખોમાં ઘૂમી રહી હતી.પ્રાચીન દ્વારકા નગરીના દર્શન કરી વિકસિત ભારતનો મારો સંકલ્પ વધુ મજબૂત થયો છે. સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્રના કિનારે આસ્થા અને પ્રવાસનમા વધુ એક મોતી ઉમેરાયું છે.
પ્રવાસીઓ સ્કૂબા ડાઇવિંગથી મૂળ દ્વારિકાના દર્શન કરી શકે તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના કિનારે સોમનાથ, માધવપુર, પોરબંદર, દ્વારકા, શિવરાજપુર બીચ, નાગેશ્વર તથા સુદર્શન સેતુથી પ્રવાસન વિભાગને ઉતેજન મળી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારકાના ઊંડા દરિયામાં સાહસિક એવું સ્કૂબા ડાઇવિંગ કરતા જોવા મળ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે,શાસ્ત્રોમાં પણ પ્રાચીન દ્વારકાનો ઉલ્લેખ છે.ભગવાન વિશ્વકર્માએ દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું હતું.જે ભારતમાં શ્રેષ્ઠ નગરનું ઉત્તમ ઉદાહરણ છે.
ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકાધામને શ્રદ્ધા પૂર્વક નમન કરતા તેમણે ઉમેર્યું કે, ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાધીશ સ્વરૂપે અહી બિરાજમાન છે.
અહી જે થાય છે તે દ્વારકા ઈચ્છાથી થાય છે.આદિ શંકરાચાર્યએ અહી શારદાપીઠની સ્થાપના કરી હતી. નાગેશ્ર્વર જ્યોતિર્લિંગ,રુકમણી મંદિર અહીના આસ્થાના કેન્દ્રો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરનો હાઇવે રકતરંજીત: કુલ પાંચના મોત
November 18, 2024 01:14 PMજામનગર: યુરિયા અને ડીએપી ખાતર સાથે નેનો બોટલ ફરજિયાત આપવામાં આવતા ધ્રોલ પંથકના ખેડૂતોમાં નારાજગી
November 18, 2024 01:03 PMજામનગરમાં રોગચાળો યથાવત: બે દિ’માં તાવના 280 અને ડેન્ગ્યુના 70 દર્દીઓ
November 18, 2024 12:55 PMજામનગરમાં ગુલાબી ઠંડીનો અહેસાસ: લઘુતમ તાપમાન 18 ડીગ્રી
November 18, 2024 12:53 PMગુલાબનગરમાં મહિલાનો ગળાફાંસો ખાઇ આપઘાત
November 18, 2024 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech