નિયમોની જડતા અને પુરતી જાગૃતિના અભાવે માનવીય સંવેદનાઓને ઝંકૃત કરી દે તેવી વિચિત્ર ઘટના સામે આવી છે. ઓરિસ્સામાં મૃત બહેનના ખાતામાંથી પૈસા ઉપાડવા માંગતા ભાઇને બેંક અધિકારીઓએ રોકયો હતો અને બહેનના ડેથ પ્રમાણપત્રની માંગણી કરી હતી. ભાઈ પણ જીદે ચડો અને એવું કૃત્ય કરી બેઠો કે જેની કયારેય કોઈએ કલ્પના પણ ન કરી હોય.ભાઈ બહેનની કબર ખોદીને હાડપિંજર કાઢીને પોતાના ખભા પર નાખી ત્રણ કિમી ચાલીને બેંક સુધી આવ્યો અને પછી ધરણા પર બેસી ગયો. પોલીસે માંડ કરીને સમજાવટથી સ્થિતિ થાળે પાડી હતી.
આ ઘટના કેઓંઝર જિલ્લાના પટના વિસ્તારના દિયાનાલી ગામમાં બની હતી. આ ગામના રહેવાસી જીતુ મુંડા તેની બહેનના મૃત્યુ પછી તેના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા માંગતા હતા. તેની બહેનનું લગભગ બે મહિના પહેલા બીમારીને કારણે મૃત્યુ થયું હતું. એવું કહેવાય છે કે તેણે પશુઓ વેચીને લગભગ ૧૯,૦૦૦ પિયા કમાયા હતા, જે તેણે ઓડિશા ગ્રામ્ય બેંકની સ્થાનિક શાખામાં જમા કરાવ્યા હતા. તેની બહેનના મૃત્યુ પછી, જીતુ મુંડા તેનો એકમાત્ર આધાર અને પરિવારનો સભ્ય હતો. થોડા દિવસ પહેલા, તે બેંક ગયો અને પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યેા. જોકે, બેંક અધિકારીઓએ નિયમોનો હવાલો આપતાં, મૃત્યુ પ્રમાણપત્ર અને અન્ય જરી દસ્તાવેજોની માંગણી કરી હતી. જે તે સમયે જીતુ મુંડાએ દલીલો કરી પરંતુ તેનું કશું ચાલ્યું નહી ત્યારે તેને અત્યતં આઘાતજનક પગલું ભયુ અને તેણે તેની બહેનના દફનાવવામાં આવેલા મૃતદેહને બહાર કાઢો. ત્યારબાદ તે તેના ખભા પર તેનું હાડપિંજર લઈને બેંક સુધી લગભગ ૩ કિલોમીટર ચાલીને ગયો. બેંકની બહાર પહોંચ્યા પછી, તેણે હાડપિંજર પોતાની
સામે મૂકયું અને ધરણા પર બેઠો. તે ઘણા કલાકો સુધી ત્યાં બેસી રહ્યો અને તાત્કાલિક ચુકવણીની માંગ કરી. આ દ્રશ્યથી આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા, અને ઘટનાસ્થળે ભીડ એકઠી થઈ ગઈ.આખરે પોલીસને બોલાવવામાં આવી અને પોલીસે જીતુ મુંડાને ઘટનાસ્થળેથી દૂર કરી પરિસ્થિતિ શાંત કરી. ત્યારબાદ વહીવટીતંત્રે હાડપિંજરને સન્માનપૂર્વક દફનાવવાની વ્યવસ્થા કરી. આ ઘટના માત્ર આઘાતજનક જ નથી પણ ગ્રામીણ વિસ્તારોમાં લોકોમાં બેંકિંગ પ્રક્રિયાઓ અને જરી દસ્તાવેજો પ્રત્યે જાગૃતિનો અભાવ પણ દર્શાવે છે. તે સંવેદનશીલતા અને સિસ્ટમ બંને પર પણ પ્રશ્નો ઉભા કરે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application