જામનગરના વિભાપરમાં અગાઉની છેડતીની ફરિયાદ કરતા તેનો ખાર રાખી બે શખ્સોએ ધોકા, લાકડી વડે હુમલો કરતા બે ભાઇઓ સહીત ત્રણને ઇજા થતા બે ને રાજકોટ અને એક યુવકને જામનગર સિવિલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો છે.
બનાવની મળતી વિગત મુજબ વિભાપર ગમે રહેતા રાજેશભાઈ મનુભાઈ ગાંગીયા (ઉ.વ.૪૫) તેન અભય પ્રવીણભાઈ (ઉ.વ.૩૫) અને રાજેશભાઈનો પુત્ર રાકેશ (ઉ.વ.૩૨) ના ત્રણેય ઘરે હતા ત્યારે ઘર નજીક રહેતા વસંત, જેઠાભાઇ, ભખો, જગદીશ અને વિનુ બધા ઘરે આવી લાકડી અને ધોકા વડે હુમલો કર્યો હતો જેમાં ઘવાયેલા પ્રવીણભાઈ, રાજેશભાઈને જામનગર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં અને રાકેશને જામનગર સિવિલમાં સારવાર આપવામાં આવી હતી. બનાવ અંગે પરિવારના કહેવા મુજબ ત્રણેક મહિના પહેલા હુમલો અરુણભાઈએ નશાની હાલતમાં અમારા ઘરના મહિલા સભ્યની છેડતી કરી હતી જે બાબતેની અરજી બેડી મરિન પોલીસમાં કરી હતી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા એસ.પી.ને પણ અરજી કરી હતી. આ વાતનું મનદુ:ખ રાખી ગઈકાલે હુમલો કર્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જામનગર બેડી મરીન પોલીસમાં જાણ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસાઉદી અરેબિયામાં 100થી વધુ વિદેશીઓને ફાંસી, કયા ગુનામાં મળી સજા? કેટલા ભારતીયોને મળી મોતની સજા?
November 18, 2024 02:21 PMરાજકોટ : લીલી પરિક્રમામાં ચાર દિવસની ₹22 લાખની એસટી વિભાગને આવક
November 18, 2024 02:17 PMકંગના રનૌતે ઈમરજન્સીની નવી રિલીઝ ડેટ કરી જાહેર, આ દિવસે સિનેમાઘરોમાં જોવા મળશે
November 18, 2024 02:17 PMરતનપર ગામે કુવા ઉપર સુગરીઓની આવાસ યોજના
November 18, 2024 02:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech