પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં લેતા અને ભૂતકાળમાં રાજ્યમાં અમદાવાદ, સુરત, મોડાસામાં થયેલા બૉમ્બ બ્લાસ્ટ જેવા આતંકવાદી કૃત્યોને અટકાવવા માટે અને ગુપ્તચર સંસ્થાઓ દ્વારા વખતો-વખત મળતા અહેવાલોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં નવા પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં કોઈ આતંકવાદી કૃત્યો ન બને અને આવા કૃત્ય કરવાના ઈરાદો ધરાવતા ઈસમોને અટકાવવા, શહેરમાં કાયદો-વ્યવસ્થા અને શાંતિ-સલામતીની પરિસ્થિતિ જળવાઈ રહે, તે હેતુથી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.એન.ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામાનું જિલ્લાના મકાન માલિકોએ અજાણ્યા લોકોને મકાન ભાડે આપતા પૂર્વે પાલન કરવું પડશે. જામનગર જિલ્લામાં વિશાળ દરિયા-કિનારો અને ઔદ્યોગિક વિસ્તારો હોવાથી બહારના રાજ્યોમાંથી આવતા લોકોની ધંધા-રોજગાર અર્થે વધુ અવર-જવર રહે છે. આ લોકોની કોઈ પૂરતી માહિતી મળતી ન હોવાથી ગુનેગારીનું પ્રમાણ વધી શકે છે.
તેથી, જામનગર જિલ્લામાં કોઈ મકાન માલિક અથવા તો મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિને જયારે પરપ્રાંતીય લોકોને મકાન ભાડે આપે ત્યારે મકાન ભાડે આપ્યાની તારીખથી દિવસ-08 સુધીમાં જરૂરી વિગતો ભરીને, જે-તે વિસ્તારના સંબંધિત પોલીસ સ્ટેશનને ભાડુઆતના ઓળખ પત્રની નકલ સાથે રૂબરૂમાં અથવા તો ટપાલથી મોકલી આપવાની રહેશે.
પોલીસ સ્ટેશન કક્ષાએથી મકાનની માલિકીનો આધાર કે ભાડા કરાર, વેરા પહોંચ જેવા પ્રમાણિત આધાર પુરાવાની નકલ માલિક પાસેથી માંગવાની રહેશે નહીં કે રૂબરૂ બોલાવવાના રહેશે નહીં. આ પ્રતિબંધાત્મક હુકમનો ભંગ/ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમ આગામી તા.10-03-2025સુધી અમલમાં રહેશે.
મકાન માલિકે ભાડુઆતને મકાન ભાડે આપતી વખતે જમા કરાવવાનું થતું માહિતી પત્રક અને આધાર-પુરાવાની યાદી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech