જામજોધપુરમાં મૃત પશુઓના સર્વે કરી સહાય આપવા મુદ્દે ઉગ્ર આંદોલનના અેંધાણ

  • September 25, 2024 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અધિકારી દ્વારા સહાયની ખાત્રી આપ્યા બાદ પણ સહાય ન મળતા માલધારીઓમાં રોષ


તાજેતરમાં વરસાદની ભારે અતિવૃષ્ટીમાં જામજોધપુર પંથકમાં માલધારીઓના ગાય-ભેંસ, ઘેટા-બકરા સહિત અનેક પશુઓના મોત નિપજયા હતા, આ અંગે થોડા દિવસ પહેલા જામજોધપુર તાલુકાના કોંગ્રસ માલધારી સેલના પ્રમુખ રતાભાઈ ભરવાડની આગેવાની નીચે જામજોધપુર તાલુકાભરના માલધારી અગ્રણીઓ દ્વારા સરકાર દ્વારા અતિવૃષ્ટીમાં પશુઓના થયેલ મોત અંગે સર્વે કરી અને સહાય ચુક્વે તેમની માંગ સાથે વિશાળ સંખ્યામાં માલધારીઓએ મામલતદાર કચેરી આવેદનપત્ર આપવા ગયેલ જુદા-જુદા વિસ્તારમાંથી આવેલ આવેદનપત્ર દેવા ગયેલ માલધારીઓને પોતાના પ્રશ્નેની રજુઆત માટે આ આવેદનપત્ર દેવા માટે કલાકો સુધી ભુખ્યા-તરસ્યા રાહ જોવી પડી હતી અને કચેરીના મેદાનમાં જ માલધારી દ્વારા રામધુન શરૂ કરાઇ હતી અને વાતાવરણ ઉગ્ર થયું હતું.

અંતે કલેક્ટર પ્રાંત અધિકારીને જાણ કરાતા મામલતદાર કચેરીના અધિકારી દ્વારા આવેદનપત્ર સ્વીકારવામાં આવેલ હતું, આવેદનપત્ર સ્વીકાર્યા બાદ મામલતદાર કચેરીના અધિકારી દ્વારા પશુ-ઢોરના મૃત્યુના સહાય અંગેના ફોર્મ બે-ત્રણ દિવસોમાં આપવામાં આવશે તેવુ જણાવેલ, પણ આ અંગે પંદર-વીસ દિવસ જેટલો સમય થયો હોઈ અધિકારી દ્વારા કોઈ સહાયના ફોર્મ ન આપતા તાલુકાના માલધારી દવારા જો આગામી સમયમાં આ આ અંગે યોગ્ય નહી થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનના મંડાણ કરવામાં આવશે, જેમની જવાબદારી તંત્રની રહેશે. તેમ જામજોધપુર તાલુકા કોંગસ સેલના પ્રમુખ રતાભાઈ ભરવાડ તેમજ તાલુકા કોંગ્રસ પ્રમુખ ગોવિંદભાઈ દ્વારા જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application