જામનગરમાં વોર્ડ નંબર -૪ માં પ્લોટ વિસ્તારમાં ગેસની પાઇપલાઇન ની કામગીરી માટે ખાડા ખોદવામાં આવ્યા હતા, પરંતુ તંત્રની બેદરકારીને કારણે ખાડાઓ સરખી રીતે બુરવામાં આવ્યા ન હોવાને કારણે માથાના દુ:ખાવા સ્વરૂપ બન્યા છે. જેમાં પેચવર્ક કરવાનું બાકી રહી ગયું હોવાથી અનેક વાહન ચાલકો ફસાય છે.
દરમિયાન આજે સવારે ઉપરોક્ત વિસ્તારમાં રેતી ભરેલો જીજે ૧૦ ડી.યુ. ૨૯૯૮ નંબરનો ટ્રક આવાજ એક ખાડામાં ફસાયો હતો, જેને બહાર કાઢવા માટે ભારે જહેમત લેવી પડી હતી, અને જેસીબી ની મદદ વડે આખરે રેતી ભરેલા ડમ્પરને બહાર કાઢવામાં આવ્યું હતું.
આગામી ચોમાસાના દિવસો દરમિયાન જો અહીં પેચવર્ક કરવામાં નહીં આવે, તો લોકોની હાલત વધુ કફોડી બનશે. તે પહેલાં તંત્રએ જાગૃત બનીને આ સમસ્યાને દૂર કરવાની લોક માંગણી ઉઠી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજયમાં નવી જંત્રી જાહેર, નવા વર્ષથી અમલમાં આવશે
November 20, 2024 09:05 PMજામનગર: સોનોગ્રાફી મશીન વિવાદ ચાર મશીન જીજી હોસ્પિટલમાં છે કાર્યરત
November 20, 2024 06:12 PMજામનગર પોલીસની ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત કામગીરી, સીટી બી પીઆઇ ચેકિગમાં જોડાયા
November 20, 2024 06:06 PMયુપીના કરહાલમાં યુવતીએ બીજેપીને વોટ આપવાનું કહેતા સપા ના કાર્યકરો દ્વારા કરાય હત્યા
November 20, 2024 05:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech