પ્રાઇવેટમાં નોકરી કરવાની પરિવારજનોએ ના પાડતા લાગી આવવાથી પગલુ ભર્યુ
જામનગરના ઢીચડામાં રહેતી એક યુવતિએ ઝેરી દવા પીને મોત મીઠુ કરી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે, તેણીને પ્રાઇવેટ નોકરી કરવી હોય પરંતુ પરિવારજનોએ ના પાડતા આ બાબતનું માઠી લાગવાથી પગલુ ભરી લીધુ હતું.
જામનગર તાબેના ઢીચડા ગામમાં રહેતી મંજુલાબેન ભગવાનજીભાઇ કટેશીયા (ઉ.વ.૧૯) નામની યુવતિ ગત તા. ૫ના રોજ પોતાના ઘરે જમતા હતા ત્યારે તેણીએ પ્રાઇવેટ નોકરી કરવી હોય તેવી વાત કરતા ઘરના સભ્યોએ ના પાડી હતી અને સરકારી નોકરી મળે તો કરજે તેમ કહયુ હતું જે બાબતે તેણીને લાગી આવતા ઝેરી દવા પી લેતા સારવારમાં લઇ જવામાં આવેલ જયાં તેણીનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે જાણ કરવામાં આવતા બેડી મરીન પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઓખા મરીન પોલીસ દ્વારા પ્રતિબંધિત ટાપુઓ પર પેટ્રોલીંગ
January 31, 2025 02:08 PMજામનગરમાં યુવતિ અને તેની માતાને માર માર્યાની બે સામે ફરીયાદ
January 31, 2025 01:58 PMભાણવડમાં ઝડપાયેલા ગાંજા પ્રકરણના આરોપીને પાંચ વર્ષની સખત કેદ તથા દંડ
January 31, 2025 01:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech