દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો

  • May 29, 2024 11:16 AM 

વેકેશનમાં શિવરાજપુર, પંચકુઇ તથા ભડકેશ્ર્વર બીચ પર સહેલાણીઓની ભારે ભીડ


દેવભૂમિ જિલ્લો ખાસ કરી યાત્રાધામ દ્વારકામાં છેલ્લાં દોઢેક દાયકામાં ટુરીઝમમાં સતત વધારો થયો હોય, દ્વારકામાં ધાર્મિક સ્થળોના વિકાસની સાથે સુવિધાસભર હોસ્પિટાલીટી અને સ્ટાન્ડર્ડ હોટલ, રીસોર્ટ વગેરેની પણ સુવિધાઓ હવે ઉપલબ્ધ બની છે ત્યારે દરેક કેટેગરીના સહેલાણીઓ હવે દ્વારકા પ્રવાસ પસંદ કરી રહયા છે.


યાત્રાધામ ધાર્મિક આસ્થાનું કેન્દ્ર હોય, ધાર્મિક ભાવનાથી દર્શનાર્થીઓ તો બારેમાસ આવતાં જ હોય છે જયારે હાલમાં ચાલતા ઉનાળું વેકેશનમાં ખાસ કરીને શહેરી વિસ્તારમાં 40 પ્લસના તાપમાનની સાપેક્ષમાં દ્વારકા ક્ષેત્રમાં 30-32 પ્લસની આસપાસ ગરમીનો પારો રહેતો હોય છે. શિવરાજપુર બીચ, દ્વારકામાં ભડકેશ્વર બીચ, પંચકુઈ બીચ, બેટ દ્વારકા, નાગેશ્વર, મોમાઈધામ બીચ જેવા દર્શનીય સ્થળો અને તીર્થસ્થળો હોય દ્વારકાનો યાત્રા પ્રવાસ સર્વપ્રિય બની રહયો છે.


હાલમાં ગોમતી નદીમાં બોટીંગની સુવિધા ઉપરાંત પંચકુઈ બીચ પર પાંડવકાળના પુરાતન પાંચ કુવા તેમજ લક્ષ્મીનારાયણ મંદિર - પંચનદ તીર્થના પૌરાણિક મંદિરના દર્શનાર્થે તેમજ પંચકુઈ ક્ષેત્રનો આહલાદક દરીયાની મોજ માણવા પ્રવાસીઓ પંચકુઈ બીચની વીઝીટ અવશ્ય કરે છે. વળી પેરાસીલીંગ, રેતી પર ચાલતી મોટરબાઈક, ઊંટની સવારી જેવી પ્રવાસીઓને આકર્ષતી પ્રવૃત્તિઓ પંચકુઈ બીચ પર જોવા મળતી હોય વીકેન્ડ તેમજ વેકેશનના સમયગાળામાં પ્રવાસીઓની ચિકકાર ભીડ જોવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application