મન હોય તો માળવે જવાય

  • September 02, 2024 09:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડના ટીંબડી ગામના શ્રદ્ધાળુ ભક્તજન એ હરિદ્વાર – કાશી વિશ્વનાથ અને ઉજ્જૈનની ૫ હજાર કિ.મી.ની ધાર્મિક પદયાત્રા પૂર્ણ કરી


મન હોય તો માળવે જવાઈ નહીતર ઈચ્છા શક્તિ વિના ગામના મંદિર એ પણ ના પહોચાઈ એવું આપણે જોતા આવીએ છીએ. ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના ટીંબડી ગામના ૨ યુવા શ્રદ્ધાળુ ભક્તજનો મનસુખભાઈ કરશનભાઈ જેઠવા(રબારી) અને ગલા બાપુ(બરડાની ટોચ પર આવેલ આભાપુરા ત્રિકમજી બાપુ મંદિરના પુજારી) આ બે ભક્તજનો આજથી ૪ મહિના પહેલા ટીંબડી ગામથી પગપાળા હરિદ્વાર જવા રવાના થયા હતા હરિદ્વાર પહોચી ત્યાંથી પવિત્ર ગંગાજળ લઈને ત્યાંથી પગપાળા યાત્રા કરીને કાશી વિશ્વનાથ નાથ પહોચી ત્યાં એ ગંગાજળ થી કાશી વિશ્વનાથ મહાદેવને જળાભિષેક કરીને ફરી ત્યાંથી પગપાળા ઉજ્જૈન પહોચ્યા ત્યાં જળાભિષેક કરીને પગપાળા યાત્રા દ્વારા આજે વહેલી સવારે પોતાના ગામ ટીંબડી આવી રહ્યા છે અને ગામ માં આવેલ પીપળેશ્વર મહાદેવના મંદિર એ જળાભિષેક કરશે પોતાની શ્રદ્ધા દ્વારા ટીંબડી થી હરિદ્વાર – કાશીવિશ્વનાથ – ઉજ્જૈન અને ત્યાંથી  પરત ટીંબડી ગામની ૪ મહિનામાં એમ સળંગ ૫ હજાર કી.મી.ની શ્રદ્ધા અને ભક્તિથી કરેલ પદયાત્રા પૂર્ણ કરશે.


 બંને યુવા ભક્તજનો વહેલી સવારે ટીંબડી આવી પહોચે ત્યારે ગામના લોકો વાજતે ગાજતે સામૈયું કરીને તેઓની આ ધાર્મિક પદયાત્રાને આવકારશે અને ૫ હજાર કિમીની પદયાત્રા કરીને સાથે લાવેલ પવિત્ર ગંગાજળથી પીપળેશ્વર મહાદેવનું જળાભિષેક કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application