આજકાલના આંગણે આયોજિત વુમન એમ્પાવર એવોર્ડ સેરેમની દરમિયાન ડીસીપી હેતલ પટેલે પોતાના સંઘર્ષની વાતથી મહિલાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે સમાજની બેડીઓને છોડી સંઘર્ષ કરવાનું પસંદ કરો, આપણે જે સમાજમાંથી આવીએ છીએ તેમાં વર્ષોથી પરંપરાગત અને રૂઢીચુસ્ત વિચારસરણી વણાઈ ગઈ છે. જ્યારે તેઓ ધોરણ 10ની પરીક્ષા પાસ થયા ત્યારે સમાજના કેટલાક લોકોએ તેમના પિતાને દબાણ કર્યું હતું કે તેમને પીટીસી કરાવીને વહેલી વયે લગ્ન કરાવી દેવામાં આવે. પરંતુ તેમના પરિવારના સમર્થન અને પોતાની દ્રઢ ઈચ્છાશક્તિના કારણે તેમણે જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું.
હેતલ પટેલે જણાવ્યું કે શરૂઆતમાં તેમનું સપનું ડોક્ટર બનવાનું હતું, પરંતુ પૂરતા ટકા ન આવતા તે શક્ય બન્યું નહોતું. ત્યારબાદ તેમણે આર્મીમાં જવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોલ લેટર ન મળતાં તે માર્ગ પણ અધૂરો રહી ગયો. છતાં તેમણે હિંમત હાર્યા વિના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી. તૈયારી દરમિયાન તેમને સમજાયું કે માત્ર મહેનત અને પ્રતિબદ્ધતા દ્વારા ક્લાસ-વન ઓફિસર બનવું શક્ય છે. સતત પ્રયત્નો બાદ તેમણે પરીક્ષા પાસ કરી અને વિવિધ ક્ષેત્રોમાં નોકરી કરતા કરતા અંતે પોતાના લક્ષ્ય સુધી પહોંચી શક્યા.
તેમણે મહિલાઓને સંદેશ આપતા કહ્યું કે જીવનમાં પોતાની હોબી, ઈચ્છાશક્તિ અને કંઈક કરવાની લાગણીને ક્યારેય બાંધી ન રાખવી જોઈએ. જો મહિલાઓ આત્મવિશ્વાસથી આગળ વધે તો પરિવાર અને સમાજ બંનેનો તેમને ચોક્કસ સપોર્ટ મળશે.
સ્વછંદતા નહિ પણ સ્વતંત્રતા પસંદ કરો: હેતલ પટેલ
ડીસીપી હેતલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આજની યુવા જનરેશન ભણવાની ઉમરે, કરિયર બનાવવાની ઉમરે ક્યાંક ડાયવર્ટ થતી જોવા મળે છે. જેના કારણે માતા-પિતા અમુક પાબંદીઓ લગાવતા હોય છે. સ્વછંદતા નહિ પણ સ્વતંત્રતા પસંદ કરો, સમાજની બેડીઓને છોડી સંઘર્ષ કરવાનું પસંદ કરો.
સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા માટે વિચારોમાં બદલાવ જરુરી: હેતલ પટેલ
ડીસીપી હેતલ પટેલે જણાવ્યું હતું કે જો ઘરનું કામ, કુકિંગ કે બાળકોની સાર સંભાળ, કે સ્વચ્છતાના હાઈજીનના નિયમો આ બધું ભણેલા ન કરે કે બોયઝ ન કરે આવા વિચારોમાં જ રહીશું તો ભવિષ્યમાં સ્વસ્થ સમાજ નહિ બનાવી શકીએ. સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા માટે વિચારોમાં બદલાવ જરુરી છે,
૧૧૨ ડાયલ કરો, અડધી રાત્રે પણ પોલીસ માત્ર સાત મિનીટમાં તમારી મદદે પહોંચી જશે: ડીસીપી
મહિલાઓને કપરા સંજોગોમાં મદદ માટે પોલીસની સહાય લેવાનું જણાવતા કહ્યું હતું કે ગમે ત્યારે ૧૧૨ ડાયલ કરો, તમારી સાથે કંઇક બન્યું હોય કે તમારી આસપાસ કોઈ ઘટના બની હોય પોલીસને તરત યાદ કરો. આપણા રાજકોટ સિટીનો રિસ્પોન્સ રેટ માત્ર સાત મિનીટ છે. ૧૧૨ ડાયલ કર્યા બાદ ફક્ત સાત જ મીનીટમાં પોલીસ તમારી મદદે પહોંચી જશે. અડધી રાત્રે તમે મુવીમાંથી પરત ફર્યા કે ટ્રેન અને પ્લેનમાંથી ઉતર્યા હોય ત્યારે ઘરે જવા માટે કોઈ વાહન ન મળે તો પણ ૧૧૨ ડાયલ કરો પોલીસ તરત તમારી સેવામાં પહોંચી જશે. જો તમારું વાહન બગડી ગયું તો પણ અમે ઘરે મૂકી જઈશું. અમે ચોવીસ કલાક સમાજની સેવામાં તત્પર છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોનાના ભાવમાં મોટું ગાબડું, ચાંદી પણ સસ્તી થઈઃ જાણો નવા ભાવ
March 07, 2026 06:28 PMઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
