હવાઇચોકમાં આઇપીએલની સટ્ટો રમતો વેપારી સકંજામાં

  • April 24, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોબાઇલ અને રોકડ કબ્જે : કપાત લેનારનું નામ ખુલ્યું



જામનગરના હવાઇચોક વિસ્તારમાં ગઇકાલે એક શખ્સને આઇપીએલ ક્રિકેટનો મેચ નિહાળી સટ્ટો રમતા રોકડ અને મોબાઇલ સાથે ઝડપી લીધો હતો, જેમાં એકની સંડોવણી ખુલી હતી.


જામનગરમાં આઇપીએલ 20-20 ક્રિકેટ મેચનો સટ્ટો રમનારા શખ્સો સામે  પોલીસે તવાઇ બોલાવી છે, એક પછી એક સટ્ટાબાજો શકંજામાં આવ્યા છે, દરમ્યાન ગુલાબનગરના રવિપાર્ક ઇ-301 ખાતે રહેતા વેપારી હરેશ જોઇથરામ આડવાણી (ઉ.વ.44) નામનો ઇસમ ગઇકાલે હવાઇચોક ઘુઘરાવાળી ગલીમાં જાહેરમાં ઉભા રહીને મોબાઇલમાં એપ્લીકેશન મારફત આઇપીએલના ચેન્નાઇ અને લખનઉ વચ્ચેનો મેચ લાઇવ નિહાળી સટ્ટો રમતો હોય આથી સીટી-એ પોલીસે તેને પકડી લીધો હતો.


દરોડા દરમ્યાન 3750ની રોકડ અને એક મોબાઇલ જપ્ત કરવામાં આવ્યો હતો, હરેશ હારજીતના સોદા અન્ય સાથે કરતો હતો જે શખ્સના મોબાઇલ નંબરના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે. બંનેની સામે જુગારધારા મુજબ ફરીયાદ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application