IND vs ENG: રોહિતની વધુ એક કેપ્ટન ઇનિંગ, ફટકારી અડધી સદી, મહેલા જયવર્દનેનો તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, આ કારનામું કરનાર બન્યો પ્રથમ બેટ્સમેન

  • June 28, 2024 01:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલમાં અડધી સદી ફટકારી હતી. ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે ભારતીય કેપ્ટને 146.15ના સ્ટ્રાઈક રેટથી 39 બોલમાં 57 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ આ ઇનિંગમાં 2 રેકોર્ડ પોતાના નામે કર્યા. તે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો છે.


ભારતીય કેપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલમાં અડધી સદી ફટકારી હતી. ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે ભારતીય કેપ્ટને 146.15ના સ્ટ્રાઈક રેટથી 39 બોલમાં 57 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.


આદિલ રાશિદે હિટમેનને બોલ્ડ કર્યો હતો. આ સાથે રોહિત શર્માએ ઈતિહાસ રચ્યો છે. તેણે મહેલા જયવર્દનેનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. આ સિવાય તે T20 વર્લ્ડ કપની નોકઆઉટ મેચમાં અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો છે.


T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા

મેચમાં 5 ચોગ્ગા ફટકારીને રોહિત શર્મા T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે મહેલા જયવર્દનેને પાછળ છોડી દીધો છે. રોહિતે T20 વર્લ્ડ કપમાં 113 ચોગ્ગા ફટકાર્યા છે. આ યાદીમાં મહેલા જયવર્દને બીજા સ્થાને, વિરાટ કોહલી ત્રીજા સ્થાને, ડેવિડ વોર્નર ચોથા સ્થાને અને તિલકરત્ને દિલશાન પાંચમા સ્થાને છે. કોહલીએ 111, વોર્નરે 103 અને દિલશાને 101 ચોગ્ગા ફટકાર્યા છે.


રોહિત શર્માએ ફટકારી ફિફ્ટી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application