૩૭ હજાર આહિરાણીઓના મહારાસને બિરદાવતા વડાપ્રધાન
દેવભૂમિ દ્વારકા ખાતે વિવિધ વિકાસ કામોના ખાતમુહુર્ત - લોકાર્પણ કાર્યક્રમમાં પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સત્કારવા દેવભૂમિના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
દ્વારકા મંદિરના દર્શન - પૂજન બાદ વડાપ્રધાન દ્વારકા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત જાહેર સભાને સંબોધી હતી. પ્રધાનમંત્રીએ તેમના ઉદબોધનના પ્રારંભમાં આહિરાણીઓએ લીધેલા તેમના ઓવારણા બદલ તેમનો શ્રધ્ધા પૂર્વક, આદરપૂર્વક આભાર માન્યો હતો.
તેમણે દ્વારકા ખાતે ૩૭ હજાર આહિરાણીઓ દ્વારા કરવામાં આવેલા મહારાસને બિરદાવતા જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા ૩૭ હજાર આહિરાણીઓએ કરેલા મહારાસનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે લોકો મને ગર્વથી કહેતા કે ૩૭ હજાર આહિરાણીઓએ દ્વારકામાં મહારાસ કર્યો. ત્યારે હું તેમને કહેતો કે, તમને આહિરાણીઓએ કરેલો ગરબો દેખાયો પણ આ ૩૭ હજાર અહિરાણીઓએ પહેરેલું સોનું ના દેખાયું...? આ આહિરાણીઓએ ઓછામાં ઓછું ૨૫ હજાર કિલો સોનું પહેરીને ગરબા કર્યા હતા. આજે હું આ તમામ આહીરાણીઓને નમન કરું છું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરતનપર ગામે કુવા ઉપર સુગરીઓની આવાસ યોજના
November 18, 2024 02:13 PMપોરબંદરમાં પોલીસતંત્ર દ્વારા વિશ્ર્વ સંભારણા દિવસ ઉજવાયો
November 18, 2024 02:12 PMદ્વારકા-સોમનાથ નેશનલ હાઈવે પર કારચાલકે ઠોકર મારતા રાણાવાવના રીક્ષા ચાલકનું નીપજ્યું મોત
November 18, 2024 02:11 PMવનાણાની નદીમાં વિશાળ સંખ્યામાં કમળો ખીલ્યા
November 18, 2024 02:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech