જામનગરમાં શિક્ષીકા પત્નીની હત્યા કેસમાં પતિને આજીવન કેદ

  • March 07, 2024 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સજા ઉપરાંત દંડ : દંડ ન ભરે તો વધુ પાંચ દિવસની સજાનો હુકમ

જામનગરમાં શિક્ષીકા પત્નીની હત્યા કરવાના ચકચારી કેસમાં આરોપી પતિને  જામનગરની અદાલતે તકસીરવાન ઠેરવીને આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે.
બનાવની હકીકત એવી છે કે આરોપી પ્રફુલ ભવાનભાઇ ડાભી રહે. જામનગરવાળા મુળ બગસરા હાલ જીલ્લા જેલ જામનગરવાળાના લગ્ન ફરીયાદી રતીલાલ વેલજીભાઇ ધારવીયાની પુત્રી નીતાબેન સાથે થયેલ હોય અને ત્યારબાદ લગ્ન સંસાર દરમ્યાન આરોપી તથા મરણજનાર નીતાબેન વચ્ચે ઝઘડાઓ થતા હોય જેથી મરણજનાર નીતાબેન બનાવના ૧૫ દિવસ પહેલા તેમના પિતાની સાથે રહેવા જતા રહેલ અને મરણજનાર નીતાબેન થાવરીયા વાડી વિસ્તાર પ્રાથમિક શાળામા નોકરી કરતા હોય જેથી મરણજનાર નીતાબેન ગત તા. ૭-૬-૨૧ના રોજ સવારના ભાગે થાવરીયા સ્કુલે જવા માટે મહાપ્રભુજીની બેઠક પાસે રાહ જોઇને ઉભા હોય ત્યરે આ કામના આરોપી પોતાની ફોરવ્હીલ સેલેરીયો કાર લઇને આવેલ અને તે કારની નીચે ઉતરી મરણજનાર નીતાબેન પાસે હાથમાં છરી લઇને આવેલ અને તે છરી વડે નીતાબેનને મારવા જતા ઇજા પામનાર વચ્ચે પડતા આરોપીએ ઇજા પામના રશ્મીબેનને શરીરે છરીના ઘા મારેલ અને સમયે બીજી બે શિક્ષિકાઓ પણ આવી ગયેલ હતા અને આરોપીએ તેમની પત્ની નીતોબેનને અન્ય વ્યકિત સાથે પ્રેમ સબંધ બાબતે બોલાચાલી કરી ગુજરાનાર નીતાબેનને શરીરના ભાગે છરીઓ મારી ખુન કરેલ હોય જે બાબતે ગુજરનારના પિતા રતીલાલ વેલજીભાઇ ધારવીયાએ જામનગર સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ.
જે અનુસંધાને તપાસ કરનાર અધિકારીએ તપાસ કરી આરોપી સામે આઇપીસી કલમ ૩૦૨, ૩૨૪ તથા જીપીએકટ ૧૩૫ મુજબ ચાર્જસીટ કરેલ અને કેસ જામનગરના પ્રિન્સીપલ સેશન્સ જજ એસ.કે.બક્ષીની કોર્ટમા ચાલી જતા ફરીયાદી તથા ઇજા પામનાર નજરે જોનાર સાહેદ તથા અન્ય નજરે જોનાર સાહેદોની જુબાની ગેરે ઘ્યાને લઇ તે અંગે ફરીયાદ પક્ષે સરકારી વકીલ દિપક આર. ત્રિવેદીની વિગતવાર દલીલ તથા રજુ થયેલ દસ્તાવેજી તથા મૌખીક પુરાવો ઘ્યાને લઇ કોર્ટે આ કામના આરોપીને કલમ ૩૦૨ના કામે આજીવન સખત કેદની સજા તથા રુા. ૧૦ હજાર દંડ અને દંડ ન ભરેલો વધુ ૧૦ દિવસની સખત કેદની સજા તથા કલમ ૩૨૪ના કામે છમાસની સખત સજા તથા ૫ હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ ૫ દિવસની સજાનો હુકમ ફરમાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application