પંજાબ બેંકમાં અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન કરાવવા માટે અરજદારો ઉમટી પડતાં ભારે દેકારો

  • April 16, 2025 12:39 PM 


જામનગરની પંજાબ બેંકમાં ગઈકાલથી અમરનાથ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન શરૂ થયું છે, પરંતુ ભારે ગીર્દી હોવાથી બેંકમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અરજદારો કરતાં રજિસ્ટ્રેશન ઓછું થતું હોવાથી હોબાળો મચી જવા પામ્યો હતો. પ્રતિવર્ષ અમરનાથજી યાત્રા યોજાય છે. તેના માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જામનગરમાં ગઈકાલથી પંજાબ બેંકમાં રજિસ્ટ્રેશન કામગીરીનો પ્રારંભ થયો છે.


જામનગરમાં દરરોજ માત્ર રપ લોકોની જ નામનોંધણી થાય છે. જ્યારે ગઈકાલે પ્રથમ દિવસે જ ર૦૦થી રપ૦ લોકો રજિસ્ટ્રેશન માટે આવ્યા હતાં. આમ માત્ર રપ લોકોનું જ રજિસ્ટ્રેશન થતું હોય, જે સંખ્યા ઘણી ઓછી છે. આથી ક્વોટાની સંખ્યા વધારવાની ખાસ જરૂર છે. આજે પણ અરજદારોની સંખ્યા વધુ હોવાથી બેંકમાં હોબાળો મચી જવા પામ્યો હતો.

​​​​​​​આ ઉપરાંત બેંકમાં મહિલા-પુરુષો માટે અલગ લાઈનની વ્યવસ્થા નથી. આથી માથાકુટો થઈ રહી છે. સતવરે રજિસ્ટ્રેશનનો ક્વોટા વધારી વ્યવસ્થા સુધારવી જોઈએ તેવી લોકમાંગણી ઊઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application