છતે પાણીએ પાણી વિતરણ વ્યવસ્થા કથળીઃ સલાયાના લોકોને ભારે પરેશાની

  • September 06, 2024 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયામાં વરસાદ બાદ રોડમાં પેચવર્ક-ભૂગર્ભ ગટરના ઢાંકણા રિપેર કરવામાં નગરપાલિકા આવતી આળસ


સલાયામાં વરસાદ બાદ રોડમાં પેચવર્ક-ભૂગર્ભ ગટરના ઢાંકણા રિપેર કરવામાં નગરપાલિકા આળસ આવતી હોય આળસ ખંખેરવા રજૂઆત કરવામાં આવી છે, જ્યારે સલાયામાં છતે પાણીએ પાણી વિતરણ વ્યવસ્થા કથળી હોય સલાયાના લોકોને ભારે પરેશાની ભોગવી રહ્યા છે.


સલાયામાં પાણી પૂરું પાડતો સીંહણ ડેમ એક મહિનાથી ઓવરફ્લો થઈ રહ્યો છે. તેમ છતાં સલાયામાં પાણી વિતરણ વ્યવસ્થા ખૂબ કથળેલી હાલતમાં છે.હાલ ઘણા વિસ્તારોમાં 13 થી 15 દિવસે પાણી વિતરણ થાય છે. અને તેમાં પણ અડધી કલાક પાણી આવીને બંધ થઈ જાય છે.સલાયા ઉનાળામાં પણ 15 થી 17 દિવસે પાણી આવતું હાલ પૂરતું પાણી ડેમમાં હોવા છતાં પાણી વિતરણ સમયસર અને પૂરતા પ્રમાણમાં પ્રેસરથી થતું નથી જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ લોકોને પાણી બાબતે કોઈ વ્યવસ્થિત જવાબ પણ આપવામાં આવતો નથી. આમ પ્રજા હાલ હેરાન પરેશાન છે. આમ સલાયા નગરપાલિકાનાં અધિકારીઓએ વ્યવસ્થિત વિતરણ માટે એક રજીસ્ટર રાખવું તેમજ એક મોબાઈલ નંબર જાહેર કરવો જેથી લોકોને પાણી બાબતે કોઈ પ્રશ્ન હોઈ તો એ પૂછપરછ કરી શકે. જેથી સાચી માહિતી લોકોને મળી રહે. આમ સલાયા છતે પાણીએ હાલ દુઃખી છે.


આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આં વરસાદી સિઝનમાં ભરપૂર વરસાદ પડ્યો જેથી રોડ,રસ્તા વગેરેને ભારે નુકશાન થયું છે. હાલ વરસાદ બંધ થયા બાદ દરેક જગ્યાએ વરસાદમાં લીધે થયેલ રોડ રસ્તાના નુકશાન બાબતે નગરપાલિકા પેચ વર્ક કરી અને વાહન ચાલકો અને રાહદારીઓને તકલીફ નાં પડે એ માટે કામ કરી રહી છે. પરંતુ સલાયા નગર પાલિકા આં બાબતે હજી નિંદ્રામાં હોઈ એવું જણાઈ છે. સલાયામાં મેઇન નગર ગેટ પાસે, જીરાન પાસે,બંદર રોડ,કસ્ટમ રોડ,મસ્જિદ ચોક,શાક માર્કેટ, ધનશેર,ખારો નાકા,સ્ટેશન રોડ,કરાર પાળો, બારલો વાસ જેવા મુખ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ રોડ માં પેચ વર્ક કરી જરૂરી મરામત કરવી જરૂરી બની છે. તેમજ લગભગ મોટા ભાગના ભૂગર્ભ નાં ઢાંકણા તૂટી ગયા છે. જે પણ બદલવા જરૂરી છે. અને અમુક ઢાંકણા એમનેમ ઉપર મૂકી દીધા છે જેના લીધે વાહન ચાલક તેમજ રાહદારીઓને ભારે પરેશાની થઈ રહી છે. માટે વરસાદ પછી પ્રજાને પડતી તકલીફો દૂર કરવા નગરપાલિકા આળસ ખંખેરી અને કામ કરે એ જરૂરી બન્યું છે, તેવી અનુરોધ સાથે માંગણી કરાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application