પત્નીની નજર સમક્ષ ટ્રકના વ્હીલ ફરી વળતા કણ દ્રશ્યો સર્જાયા
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર પડાણા પાટીયા નજીક ગઈકાલે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, અને પદયાત્રીઓ દ્વારા ફેકવામાં આવેલા પ્લાસ્ટિકના કચરા વીણી રહેલા એક વૃઘ્ધનું પત્નીની નજર સામે ટ્રકના તોતિંગ વ્હીલ હેઠળ ચગદાઈ જતાં અંતરિયાળ મૃત્યુ નિપજ્યું હતુ, અને ભારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે.
મૂળ અમરેલીના ઝીંજુડા ગામના વતની અને હાલ જામનગર નજીક સિક્કા ભગવતી સોસાયટીમાં રહેતા અને ભંગાર વિણીને વેચવાનો વ્યવસાય કરતા મધુભાઈ સોલંકી (69), ગઈકાલે સવારે પોતાના પત્ની અંબાબેનને સાથે રાખીને સિક્કા હાઈવે રોડ પર પડાણા ગામના પાટીયા નજીક કાચા રસ્તે દ્વારકા દર્શનાર્થે જતા પદયાત્રીઓ વગેરેએ ફેંકેલા પ્લાસ્ટિકના કચરા વગેરે વીણવાનું કામ કરી રહ્યા હતા.
જે દરમિયાન સવારે દસેક વાગ્યાના અરસામાં પૂરપાટ ઝડપે આવી રહેલા જીજે16ઝેડ-5419 નંબરના ટ્રકના ચાલકે રોડની સાઈડમાં નીચે ઉતારી દઈ પ્લાસ્ટિક વિણી રહેલા મધુભાઈને હડફેટમાં લઈ ચગદી નાખ્યા હતા. જે અકસ્માતમાં મધુભાઈ નું ટ્રકના તોતિંગ વ્હીલ નીચે ચગદાઈ જવાના કારણે ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું, અને પોતાના પત્નીની સામે જ અંતિમ શ્ર્વાસ લીધા હતા. જેને લઈને ભારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા.
અકસ્માત સર્જીને ટ્રકનો ચાલક પોતાનો ટ્રક માર્ગ પર જ છોડી દઇ ત્યાંથી ભાગી છુટયો હતો. જે અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર ભૂપતભાઈ મધુભાઈ સોલંકી એ પોલીસને જાણ કરતાં મેઘપર-પડાણા પોલીસ સ્ટેશનના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, જ્યારે ટ્રક ચાલક સામે ગુનો નોંધી રેઢો પડેલો ટ્રક કબજે કરી લીધો છે, અને તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગોંડલના ચકચારી હનિટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળા સહિત 4 આરોપીના જામીન કોર્ટે કર્યા મંજૂર
April 20, 2025 03:36 PMપશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં VHP મેદાને, ઉનામાં રેલી યોજી પાઠવ્યું આવેદન
April 20, 2025 02:58 PMપશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી સાથે પોરબંદરમાં પાઠવાયું આવેદન
April 20, 2025 02:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech