સાઇબર ક્રાઇમના નોંધાયેલા ગુન્હા અનુસંધાને જૂનાગઢ જેલમાંથી હિરલબા અને તેના સાગરિતનો કબ્જો લેવાયો

  • May 21, 2025 05:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રૂપિયા ૭૦ લાખની લેતી દેતી પ્રશ્ર્ને ત્રણ લોકોને ગોંધીને માર મારવાના ગુન્હામાં જૂનાગઢ જેલ હવાલે થયેલા પોરબંદરના હિરલબા જાડેજા અને તેના પાંચ સાગરિતો સામે સાઇબર ક્રાઇમનો ગુન્હો નોંધાતા  જેમાં કર્ણાટક, આંધ્રપ્રદેશમાં કરોડોના ડીજીટલ એરેસ્ટમાંથી અમુક રકમ  હિરલબાના સાગરિતોના ખાતામાં જમા થયાનું ખૂલ્યુ છે તેથી પોલીસ જૂનાગઢ જેલમાંથી હિરલબા જાડેજા અને તેના એક સાગરિતનો કબ્જો લીધો હતો.
હિરલબા જાડેજાના ૭૦ લાખના લેતીદેતી પ્રકરણમાં કુછડીના ત્રણ લોકોને ગોંધી રાખવાના નોંધાયેલા ગુન્હા બાદ પોલીસે જ્યારે હિરલબા જાડેજાના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ ત્યારે કેટલીક બેન્કના દસ્તાવેજો સહિત મિલ્કતોના દસ્તાવેજો મળી આવ્યા હતા અને બેન્ક એકાઉન્ટ વિષે તપાસ કરવામાં આવતા સાયબર ક્રાઇમ પોલીસમથકના  પી.એસ.આઇ. વી.આર. ચાવડાની તપાસમાં એવુ ખુલ્યુ હતુ કે કોટક મહિન્દ્રા બેન્કના ૧૪ જેટલા શંકાસ્પદ ખાતા પોરબંદરમાં હિરલબા સાથે સંકળાયેલા હોય તેવા લોકોના મળ્યા હતા જેમાં પાંચ જેટલા ખાતામાં સાઇબર ક્રાઇમના ગુન્હામાં છેતરપીંડીથી મેળવેલ ૩૫ લાખ ૭૦ હજાર જેવી માતબર રકમ આ ખાતામાં ટ્રાન્સફર થઇ હતી અને ટૂંકા ગાળામાં ખુલેલા ૧૪ ખાતામાંથી ૧૦ ખાતાનું એડ્રેસ હિરલબા જાડેજાનું નિવાસસ્થાન હતુ. તેથી બેન્ક મેનેજરના નિવેદનબાદ પોલીસે હિરલબા સહિત છ શખ્શો સામે સાઇબર ક્રાઇમ હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો. જેમાં હિરલબા જાડેજા તથા તેના માણસો હિતેશ ભીમા ઓડેદરા, પાર્થ સોનઘેલા, મોહન રણછોડ વાજા, અજય મનસુખ ચૌહાણ અને હિરલબાના ડ્રાઇવર રાજુ મેર તથા અન્ય તપાસમાં ખૂલે તે લોકોએ પૂર્વઆયોજિત કાવત‚ રચી ગરીબ લોકોની જાણ બહાર બેન્કમાં ખાતા ખોલાવી સાઇબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોના ‚પિયા તેમના ખાતામાં જમા કરાવ્યા હતા. કરોડો ‚પિયાના ટર્નઓવરવાળા આ ખાતામાં તપાસ કરતા કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
 કર્ણાટકમાં ૪૬ વર્ષની મહિલાને ડીજીટલ એરેસ્ટ કરીને ‚ા. ૧ કરોડ ૩૦ લાખ પડાવવામાં આવ્યા હતા એ જ રીતે આંધ્રપ્રદેશના ૮૦ વર્ષના વૃધ્ધને પણ ડીજીટલ એરેસ્ટ કરીને ૧ કરોડ ૧૦ લાખ પડાવવામાં આવ્યા હતા. કર્ણાટકમાં  એક વ્યક્તિ સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયો હતો જેમાં ૧ કરોડ ૫૯ લાખ ૨૪ હજાર ૨૯૨નો સાઇબર ફ્રોડ થયો હતો. આ તમામ સાઇબર ફ્રોડની કુલ રકમ પૈકીની અમુક રકમ પોરબંદરમાં હિરલબાના નિવાસસ્થાને ખોલવામાં આવેલા બેન્ક એકાઉન્ટમાં જમા થઇ હોવાની ચોંકાવનારી વિગતો પોલીસને પ્રાપ્ત થઇ હતી.અંદાજે સાડા ત્રણ કરોડના સાઇબર ફ્રોડમાંથી હિરલબાના સાગરિતોના ખાતામાં અને તેમના સાગરિતોએ ખોલાવેલા ખાતામાં શા માટે આ રકમ જમા થઇ ? તેની તપાસ હાથ ધરવામાં આવી છે. અને દેશ લેવલની સીન્ડીકેટનું હેન્ડલીંગ પોરબંદરમાંથી થતુ હતુ કે કેમ? તેની તપાસ થઇ રહી છે. 
હિરલબાનો લેવાયોે કબ્જો
૭૦ લાખ ‚પિયાની લેતીદેતી પ્રશ્ર્ને હિરલબા જાડેજાએ ત્રણ લોકોનું અપહરણ કરાીને બંગલે ગોંધી રાખ્યાના ગંભીર ગુન્હામાં તેઓજૂનાગઢની જેલમાં હતા તેથી સાઇબર  ક્રાઇમના ગુન્હામાં તેમની ધરપકડ કરીને આગળની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.અને તેની સાથોસાથ તેના સાગરિત હિતેશ ઓડેદરાનો પણ કબ્જો લેવામાં આવ્યો છે અને બંનેને બુધવારે રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application