જામનગર શહેરમાં શિક્ષિકા આપઘાતના ચકચારી પ્રકરણમાં  આરોપીના બીજી વખત ની જામીન અરજી ગુનાની ગંભીરતા ધ્યાને લઈ નકારતી નામદાર હાઈકોર્ટે

  • January 20, 2024 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં શિક્ષિકા આપઘાતના ચકચારી પ્રકરણમાં  આરોપીના બીજી વખત ની જામીન અરજી ગુનાની ગંભીરતા ધ્યાને લઈ નકારતી નામદાર હાઈકોર્ટે


જામનગર તા.૨૦ જામનગર શહેરના પંચવટી વિસ્તારમાં રહેતી અને શિક્ષિકા તરીકે નોકરી કરતી અપરણિત યુવતી એ તારીખ ૧૭/૫/૨૩ ના રોજ આપઘાત કરી લેતા સમગ્ર શહેર સારી વી ચકચાર મચી ગઇ હતી.

આ બનાવની હકીકત એવી છે કે જામનગર માં પંચવટી વિસ્તારના શીતલ એપાર્ટમેન્ટમાં રહેતી નુરજહા ઇબ્રાહિમ નામની અપરણિત યુવતી જે પોદાર સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી તેણી એ તા.૧૭/૫/૨૩ ના રોજ પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરેલ અને પોતાની સુસાઇડ નોટમાં પોતાના મોતના જીમેદાર માટે અખ્તર અનવર ચમડિયા, રજાક સાઈચા,અફરોજ તયબ ચમડીયા, પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતા હોય અને બદનામી કરતા હોય જેથી મૃતકના ભાઈ ઇશાક ઇબ્રાહિમ સિટી બી ડિવિઝન પોલીસમાં  અખ્તર અનવર ચમડિયા, રજાક નુરમામદ સાઈચા​​​​​​​ અને અફરોજ તયબ ચમડિયા વિરૂદ્ધ આઇ.પી.સી કલમ ૩૦૬,૧૧૪ મુજબનો ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરેલ હતી...

આ ગુનાના કમે સિટી બી ડિવિઝન પોલીસે તા. ૧૧/૬/૨૦૨૩ના રોજ અખ્તર અનવર ચમડિયાની ઘરપકડ કરી જેલ હવાલે કરેલ હોય જયારે અન્ય આરોપી રજાક સાઈચા​​​​​​​ કે જેના ઉપર અનેક ગુના નોંધાયેલ હોય તે લાંબા  સમય સુધી ફરાર રહેલ પરંતુ પોલીસે તેમની પણ ઘરપકડ કરી જેલ હવાલે કરેલ છે.

આ કામના જેલમાં રહેલ આરોપી અખ્તર અનવર ચમદિયા  વિરદ્ધ પોલીસ દ્વારા નામદાર કોર્ટેમાં ચાર્જશીટ કરવામાં આવતા  અખ્તર દ્વારા નામદાર સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન  અરજી વખતે ફરીયાદીને તેમજ તેમના વકીલ ને નામદાર કોર્ટેના પરિસરમાં જ  કુખ્યાત રજાક સોપારી સહિતના શખ્સો દ્વારા ધમકી આપતા  જામનગર સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા તે બાબતે ફરિયાદ લઈ અને કુખ્યાત શખસોની તાત્કાલિક ઘરપકડ કરી સારો એવો બોધપાઠ આપેલ જામનગર શહેરમાં  સારી એવી ચકચાર મચી ગઇ  હતી..નામદાર સેશન્સ કોર્ટમા જામીન અરજી નામંજૂર કરવામાં આવતા અખ્તર અનવર દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં  જામીન અરજી કરતા  ફરીયાદ પક્ષે પોતાનાં વકીલ મારફતે વાંધા રજુઆત્ત કરતા નામદાર હાઈકોર્ટે જામીન અરજી તા.૧૩/૧૦/ ૨૩ ના રોજ રદ કરેલ. અને  આરોપીના વકીલની 3 મહિના પછી કેસ ચાલુ ન થાય તો ફરી થી જામીન અરજી નામદાર કોર્ટમાં કરવાની વિનંતી માન્ય રાખેલ. ત્યારબાદ આગુનાના  અન્ય સાક્ષી ઓને આરોપી રજાક નુરમામદ સાઈચાની માતા દ્વારા નામદાર કોર્ટ કમ્પાઉન્ડમાં ધમકી  આપતા  તા. ના રોજ સિટી એ ડિવિઝન પોલીસે ફરીયાદ નોધેલ છે

આમ આ બનાવના આરોપીને બચાવવા ગુંડા ટોળકી સક્રિય થયેલ જેની સામે જામનગર પોલીસ અધિકારીઓ કડક કાર્યવાહી કરેલ છે.

આ કામ ના આરોપી અખ્તર અનવર ચમદિયા  ગુજરાત નામદાર હાઈકોર્ટેમાં ૩ મહિના પછી ફરીથી બીજી વખતની જામીન અરજી નામદાર હાઈકોર્ટેમાં કરતા સરકાર પક્ષે સરકારી વકીલ અને મૂળ ફરીયાદ પક્ષે પોતાના વકીલ હારૂન પલેજા અને વકીલ નીરવ ઠકકર મારફતે જામીન અરજી નામંજૂર કરવા નામદાર હાલ ના આરોપીની વર્તણુક અને કેસના સાક્ષીઑ અને વકીલોને પણ કોર્ટના પરિસરમાં કુખ્યાત ગુંડાઓ મારફતે ધાક ધમકી આપતા હોય અને કેસની ટ્રાયલ લંબાવતા હોય તેમજ આ ગુના ના કામનો આરોપી અફરોજ ચમડીયા આજ દિવસ સુધી ફરાર હોય વિગેરે દલીલો ધ્યાને લઈ આરોપી અખ્તર અનવર ચમડિયાને બીજી વખત જામીન અરજી નામંજૂર કરેલ છે. આ કામ મૂળ ફરિયાદીના વકીલ તરીકે  એડવોકેટ હારૂન પલેજા અને એડવોકેટ નીરવ ઠકકર રોકાયા હતા




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application