નવરાત્રીના મહાપર્વના અંતિમ દિવસોમાં અષ્ટમીના જુદા જુદા સ્થળોએ માતાજીના હવનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ હવનાઅષ્ટમીના પવિત્ર દિવસ નિમિત્તે ગઈકાલે ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં માતાજીના હવન સહિતના આયોજનોમાં મોટી સંખ્યામાં વિવિધ કુટુંબીજનો સહભાગી થયા હતા.
ખંભાળિયામાં રૂડીલાખી માતાજીના મંદિર ખાતે દતાણી પરિવાર દ્વારા, સિંધવી માતાજીના મંદિર ખાતે કાનાણી પરિવાર દ્વારા, નવાપરા વિસ્તારમાં બાલવી માતાજીના મંદિરે મજીઠીયા પરિવાર દ્વારા આઠમના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં યજ્ઞ તેમજ પૂજન અર્ચનના આયોજનમાં મોટી સંખ્યામાં કુટુંબીજનો જોડાયા હતા.
આ સાથે ભાણવડ વિસ્તારમાં પ્રાચીન અને બરડા ડુંગરની ગોદમાં આવેલા ઘુમલી સ્થિત આશાપુરા માતાજીના મંદિર ખાતે હવનનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં વિશિષ્ટ દર્શન તેમજ હવન અને આહુતિના આયોજનમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જોડાયા હતા. આ ઉપરાંત જુદા જુદા સ્થળે બિરાજમાન માતાજીના મંદિરે ધાર્મિક આયોજન સાથે અહીંના અગ્રણી ઈન્દ્રજીતસિંહ પરમાર, હિતેન્દ્રભાઈ આચાર્ય વિગેરે માઈ ભક્તોએ પોતાના નિવાસ્થાને પણ હવનનું આયોજન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMઆજે રાત્રે ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે, ચારધામ યાત્રા પણ થશે સમાપ્ત
November 17, 2024 03:40 PMદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech