કોઇપણ પ્રકારના આકસ્મિક સંજોગો દરમિયાન લોહીની અછત ન સર્જાય તે માટે વધુમાં વધુ નાગરિકોને રક્તદાન કરવા જિલ્લા આરોગ્ય તંત્રની અપીલ
સવારે 9.00 થી સાંજે 5.00 કલાક દરમિયાન જી.જી.હોસ્પિટલ ખાતે આવેલ નવી મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર નાગરિકો રક્તદાન કરી શકશે
જામનગર, તા. 11 મે, સમગ્ર રાષ્ટ્રની સુખાકારી અને સેવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર જામનગર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં કોઈપણ પ્રકારના આકસ્મિક સંજોગો દરમિયાન જિલ્લામાં લોહીની અછત ન સર્જાય તે માટે વધુમાં વધુ નાગરિકોને રક્તદાન કરવા મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઈ તેમજ હોસ્પિટલના સુપ્રિન્ટેનડેન્ટ ડો.દિપક તિવારી દ્વારા અપીલ કરવામાં આવી છે.
તેઓએ જણાવ્યું છે કે કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિમાં જિલ્લામાં લોહીની અછત ન સર્જાય તે સુનિશ્ચિત કરવા માટે ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જે કેમ્પનો આવતીકાલ તા.12/05/2025 થી ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે આવેલ નવી મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર શુભારંભ કરવામાં આવશે.જ્યાં નાગરિકો સવારે 9.00 થી સાંજે 5.00 કલાક સુધી રક્તદાન કરી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપોરબંદરમાં સવા બે વર્ષ પહેલા થયેલ હત્યાના ગુન્હામાં આરોપીને પડી આજીવન સખ્ત કેદની સજા
May 12, 2025 03:21 PMબરડા ડુંગરમાંથી દેશી બાદ પોલીસે વિદેશી દાની ૬૩ બોટલ કરી કબ્જે
May 12, 2025 03:21 PMપોરબંદરમાં જશ્ને સમૂહ શાદીનું ભવ્ય આયોજન થયુ સંપન્ન
May 12, 2025 03:20 PMમેરીડીયન મલ્ટીપ્લેકસમાં ફિલ્મ જોવા આવેલા ઇસમે ટિકિટ બુકીંગ કલાર્ક પર કર્યો હુમલો
May 12, 2025 03:19 PMવિદેશી દાની ૨૦ બોટલ લઇ જતો યુવાન ઝડપાયો
May 12, 2025 03:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech