જામનગર : ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા યાત્રીઓને રીફ્લેક્ટર અને લાઈફ જેકેટનું વિતરણ

  • March 10, 2025 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર જીલ્લા સહીત અન્ય જીલ્લાઓમાંથી હોળી-ધુળેટીના પર્વ નિમિતે પદયાત્રીઓ દ્વારકા જઈ રહ્યા છે. રાત્રીના સમયે હાઈવે પર ઘણા યાત્રીઓ પગપાળા જઈ રહ્યા હોય છે. વાહનચાલકોને તેઓની ઓળખ થાય અને અકસ્માતનો ભોગ ન બને તે હેતુથી જામનગર જીલ્લા પ્રસાશન દ્વારા પ્રશંસનીય કામગીરી કરાઈ રહી છે. જામનગરમાં બેડ ટોલ નાકા પાસે આજે ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા યાત્રીઓને રીફ્લેક્ટર અને લાઈફ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને તેના ફાયદા વિષે યાત્રીઓને સમજુતી પણ આપવામાં આવી હતી. 


​​​​​​​

દ્વારકા પગપાળા જઈ રહેલા મહિલા જણાવે છે કે, રાત્રીના સમયે અકસ્માત થવાનો ભય રહે છે. પરંતુ જીએસઆરડીસી દ્વારા અમને લાઈફ જેકેટ અને રીફ્લેક્ટર લગાવી આપવામાં આવ્યા છે. જેનાથી રાત્રીના સમયે તે ચમકે છે અને વાહનચાલકો દુર રહે છે જેથી અકસ્માતનો ભય રહેતો નથી. આ સુવિધા બદલ સરકારનો આભાર. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News