વિજ થાંભલામાં પતંગ કે દોરો ભરાય તો તેને અડગશો નહીં: લંગરીયા નાખશો નહીં, વિજ વાયર સાથે બામ્બુ કે લોખંડ ન અડકે તેનું ઘ્યાન રાખવા કરાઇ અપીલ
તા.૧૪ના રોજ મકરસંક્રાતિનો પવિત્ર પર્વ આવી રહ્યો છે ત્યારે પીજીવીસીએલ દ્વારા લોકોને સલામતી જાળવવા અપીલ કરવામાં આવી છે, એટલું જ નહીં આ માટેની ગાઇડલાઇન જારી કરવામાં આવી છે, ખાસ કરીને બાળકોને પતંગ ઉડાડતી વખતે કેટલાક મુદાઓ ઘ્યાન પર રાખવા અપીલ કરી છે.
પશ્ચિમ ગુજરાત વિજ કંપની લીમીટેડ, વર્તુળ કચેરી, જામનગરના અધિક્ષક ઇજનેર વાય.આર.જાડેજા દ્વારા જણાવાયું છે કે મકરસંક્રાંતિના પવિત્ર પર્વની આપણે સૌ સલામતીપૂર્વક ઊજવણી કરી શકીએ તે માટે પતંગનો માંજો બનાવતી વખતે વિજવાહક પદાર્થ ન વાપરવો તથા પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવતી અને વિજવાહક મટીરીયલ્સનો ઉપયોગ થતો હોય તેવી પતંગો (જર્મન સિલ્વર પતંગ) બાળકો ન ચગાવે તેનું ધ્યાન રાખીએ.
બાળકો, પતંગ કે તેના દોરા વીજવાયર કે વીજથાંભલામાં ભરાય ત્યારે તેને ખેંચે નહિ, પતંગને વીજથાંભલા પર ચડીને ન કાઢે તેમજ લંગરીયા ન નાખે તેની તકેદારી રાખીએ. પતંગ ચગાવતી વખતે બાળકો મેગ્નેટીક ટેપનો ઉપયોગ પૂંછડી કે દોરીમાં બિલકુલ ન કરે તેનું ધ્યાન રાખીએ કેમ કે મેગ્નેટીક ટેપ વિજવાહક હોવાથી વીજવાયરને અડકે તો આપણા બાળકને વિજશોક લાગે અને અકસ્માત થાય તેમજ અગાસી ઉપર પતંગ ચગાવતી વખતે નજીકમાંથી પસાર થતી વીજલાઈનના સંપર્કમાં ન આવી જવાય તેની તકેદારી રાખીએ.
વીજવાયરમાં ફસાયેલ પતંગને બાળકો વાંસના બામ્બૂ કે લોખંડના સળીયા અથવા અન્ય કોઈપણ પ્રકારના સાધનો દ્વારા કાઢવાનો પ્રયત્ન ન કરે તેની તકેદારી રાખીએ. ચાઇનીઝ બનાવટના દોરામાં મેગ્નેટીક વિજવાહક પદાર્થ વપરાયેલો હોય છે, તો આવા દોરા બિલકુલ ન વપરાય તેનું ધ્યાન રાખીએ. રાત્રીના અંધારામાં ફાનસ/ગુબારો વીજવાયરોમાં ન ફસાય તે અંગે કાળજી લેવી તેમ જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech