ખંભાળીયા રેલ્વે તંત્રની ઘોર બેદરકારી

  • February 12, 2025 05:18 PM 

તા.૧૨-૨-ર૦૨૫ બુધવારના રોજ એટલે કે આજે સવારે ૧૦-૪૫ થી ૧૧ વાગ્યા દરમ્યાન સલાયા ફાટક પાસે ખંભાળીયા રેલ્વે તંત્રની ઘોર બેદરકારી જોવા મળી હતી, સલાયા ફાટક પર ટ્રેન જઇ રહી હતી અને ફાટક ખુલ્લુ હતું, તેમજ બહોળો ટ્રાફીકજામ સર્જાયો હતો અનેકવાહન ચાલકો અટવાયા હતાં, ટ્રેન નિકળી ગયા બાદ બીજુ ફાટક તોડીને ટ્રાફીકજામ દુર કરવો પડ્યો હતો.




એકાએક ટ્રેન આવતા ફાટક ખુલ્લુ હોવાના કારણે ઘણા લોકો ગભરાઇ ગયા હતાં, તેમજ અનેકવખત રેલ્વે તંત્રની આવી બેદરકારીથી ખંભાળીયાના લોકો ત્રાહીમામ થઇ ગયા છે, આજ સવારની આ ઘટનાથી હાલ તો કોઇ નુકશાન થયું નથી કે જાનહાની થઇ નથી પરંતુ ભવિષ્યમાં ખંભાળીયા રેલ્વે તંત્રની બેદરકારીના કારણે કોઇનો જીવ જાય તો જવાબદાર કોણ?.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application