ભારતને એલએનજી ટ્રાન્સપોર્ટેશન દ્વારા હરિયાળા ભવિષ્ય તરફ લઇ જતું ગ્રીનલાઈન

  • April 06, 2024 10:08 AM 

ઉર્જા તથા પોર્ટ સેક્ટરમાં કરાશે રૂા. 55 હજાર કરોડનું રોકાણ


ક્લાઇમેન્ટ ચેન્જનો સામનો કરવા માટે એક મજબૂત ઉકેલ તરીકે સમગ્ર ભારતમાં ઉદ્યોગો ઝડપભેર એલએનજી (લિક્વિફાઈડ નેચરલ ગેસ) ટ્રાન્સપોર્ટેશન અપનાવી રહ્યા છે. એલએનજી ટ્રાન્સપોર્ટેશન પર્યાવરણને લગતી ચિંતાનો ઉકેલ ઉપરાંત આર્થિક લાભોથી પણ પ્રેરિત છે.

કંપની સપ્લાઈ ચેઈન મારફતે ખાસ કરીને પરિવહન ક્ષેત્રમાં જ્યાં પ્રત્યક્ષ ઉત્સર્જન થાય છે તેવા સ્કોપ 3 ઉત્સર્જનને ઓછું કરવાની આવશ્યકતાને જોઈ આ પરિવર્તન અત્યંત જરૂરી બની જાય છે. આ પરિવર્તનશીલ બદલાવમાં એસ્સાર ગ્રુપની ગ્રીનલાઈન મોબિલિટી સોલ્યુશન્સ લિમિટેડ હંમેશા અગ્રેસર રહી છે.

એસ્સાર ગ્રુપની મહત્વકાંક્ષી “ગ્રીન ઈકોસિસ્ટમ”ની પહેલ અંતર્ગત પરિવહન ક્ષેત્રમાં ઉત્સર્જનને ઓછું કરવાના ઉદ્દેશથી પરંપરાગત ડીઝલ ઈંધણના સ્વચ્છ વિકલ્પ તરીકે એલએનજીની સંભાવનાને પ્રોત્સાહન આપવામાં આવે છે.

300થી વધારે એલએનજી-સંચાલિત ટ્રકોના કાફલા સાથે ગ્રીનલાઈન આર્થિક લાભો ઉપરાંત હેવી ટ્રકિંગને ડીકાર્બોનાઈજીંગ કરવા, નુકસાનકારક ઉત્સર્જનને અંકૂશમાં લેવા, ઈએસજી (ઈન્વાયરમેન્ટલ, સોશિયલ અને ગવર્નન્સ)ની કાર્યક્ષમતા વધારવા માટે સમર્પિત છે. આ કાફલા પૈકી દરેક ટ્રક 55 ટનનું વાહન છે તથા તેની ભાર વહન ક્ષમતા 40 ટન છે. 

કંપનીની ગ્રાહકસૂચિમાં હિન્દુસ્તાન ઝીંક લિમિટેડ, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, દાલમિયા સિમેન્ટ, જેએસડબ્લ્યુ સ્ટીલ, જેએસડબ્લ્યુ સિમેન્ટ, જેકે લક્ષ્મી સિમેન્ટ, જેએસપી, નેસ્લે, ડેલ્હીવરી, અને રિલાયન્સ ઈન્ડ્રસ્ટ્રીઝ લિમિટેડ જેવી અગ્રણી કંપનીઓ સમાવિષ્ટ છે. 

ગ્રીનલાઈન મોબિલિટી સોલ્યુશન્સના સીઈઓ શ્રી આનંદ મિમાનીએ કહ્યું કે, “એલએનજી ડીઝલની તુલનામાં કાર્બન ડાયોક્સાઈડનું 30 ટકા ઓછું ઉત્સર્જન કરે છે, જેને લીધે ગ્રાહકો તથા પર્યાવરણ બન્ને માટે લાભદાયક સ્થિતિનું નિર્માણ થાય છે. કોર્પોરેટ્સ તથા સરકાર તરફથી યોગ્ય સમર્થનથી અમારો લક્ષ્યાંક નાણાકીય વર્ષ 2025 સુધીમાં રૂપિયા 5000 કરોડના અંદાજીત રોકાણ સાથે 5000 એલએનજી વાહનો ઓપરેટ કરવાનો છે”. 

એસ્સાર એલએનજી ટ્રકો ઓપરેટ કરવાથી આગળ વધીને એલએનજી અપનાવવામાં મદદરૂપ બને તેવા મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા કટિબદ્ધ છે. એસ્સારની અન્ય એક ગ્રુપ કંપની - અલ્ટ્રા ગેસ એન્ડ એનર્જી લિમિટેડ, દેશભરમાં ગ્રીન ફ્યુઅલ હબનું એક સર્વગ્રાહી નેટવર્ક સ્થાપી રહી છે, જેથી એલએનજીની અસરકાર વિતરણ સુવિધા પ્રાપ્ત કરી શકાય. 

ગુજરાતની વ્યૂહાત્મક સ્થિતિ તથા મજબૂત એલએનજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેને ભારતના એલએનજી ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં એક મહત્વપૂર્ણ રાજ્ય બનાવે છે. એલએનજી પરિવહન મજબૂત થાય છે તે માટે રાજ્ય સક્રિયપણે કુદરતી ગેસના ઉપયોગને પ્રોત્સાહન આપી રહ્યું છે તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર હબના વિકાસમાં મહત્વનું રોકાણ કરે છે, આગળ જતા એસ્સારનો ઈરાદો રાજ્યની ઊર્જા ટ્રાન્સઝીશન, ઉર્જા તથા પોર્ટ સેક્ટરમાં સસ્ટેનેબલ કારોબારને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા 55,000 કરોડનું રોકાણ કરવાનો છે.

જેમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે તેમ એલએનજી ટ્રકો લાંબા અંતરની મુસાફરી કરવા વધારે વ્યવહારી વિકલ્પ બનશે અને તેને લીધે એલએનજી ટ્રકોનો ઉપયોગ ઝડપથી વધશે સાથેજ ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થશે. આવી પહલ ભારતની પર્યાવરણ સંરક્ષણ માટે હરિયાળી ઉર્જાના વિકલ્પોના બહોળા ઉપયોગની કટિબદ્ધતા દર્શાવે છે. એસ્સાર ગ્રુપ ભારતના પરિવહન ક્ષેત્રને ડીકાર્બોનાઈઝ કરવા હેતુ એલએનજીની સહુથી મોટી ઇકોસિસ્ટમ ઉભી કરી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application