કાલાવડમાં રાધેકૃષ્ણ ગ્રુપ દ્વારા ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી

  • September 18, 2024 10:33 AM 

કાલાવડ શહેરના સિનેમા રોડ ઉપર આવેલ રાધેકૃષ્ણ ગ્રુપ દ્વારા છેલ્લા દસ દિવસથી ગણપતિ બાપાના ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી હતી જેમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ દાદા ની સુંદર મૂર્તિ સ્થાપિત કરીને શણગાર અને સુંદર વસ્ત્રો માથે મુગટ કાને કુંડળ બાપાને પહેરાવીને દરરોજ સવાર સાંજ દુંદાળા દેવની આરતી ઉતારીને ભક્તજનોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવતું સાંજના સમયે સોસાયટીની મહિલાઓ દ્વારા ગીત સંગીત સાથે ભવ્ય રાસ ઉત્સવનું આયોજન કરવામાં આવતું રાસ પૂરો થયા બાદ દસ દિવસ સુધી દરરોજ નાસ્તા નું આયોજન કરવામાં આવેલ જેનો લાભ બહોળી સંખ્યામાં બાપાના ભક્તજનોએ લીધેલ દસમા દિવસે ગણપતિ બાપાને ભવ્ય યાત્રા કાઢી અબીલ ગલાલ ઉડાડી પ્રસાદી વહેંચી ગીત સંગીત સાથે વિદાય આપવામાં આવેલ જેમાં સોસાયટીના ભાઈઓ બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ગણપતિ ઉત્સવના આ 10 દિવસ નું ભવ્ય આયોજન રાધેકૃષ્ણ ગ્રુપના દ્વારા કરવામાં આવેલ હતું જેમાં આયોજકો આકાશ સાવલિયા હર્ષલ પાંભર ભોલાભાઈ બગડાઈ પ્રીત અજુડીયા ઋત્વિક ખખર રોનક હિરપરા પરીક્ષિત વેકરીયા વાસુ ઘડિયા પાર્થ બગડાઈ વગેરે યુવા અને ઉત્સાહી ભક્તોએ ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરી દસ દિવસ સુધી લોકોને ગણપતિ બાપાના ઉત્સવના ધાર્મિક રંગે રંગી દીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application