જામનગર જિલ્લામાં પણ રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ખૂબ જ ધાર્મિક માહોલ બનેલો છે, અને રામમય વાતાવરણની વચ્ચે જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં સમસ્ત ગ્રામજનો દ્વારા વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, અને સમગ્ર ખંઢેરા ગામ રામમય બન્યું હતું.
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશભરમાં ચાલી રહ્યો છે, ત્યારે કાલાવડ ના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, કાલાવડ ના ખંઢેરા ગામમાં સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે શોભાયાત્રા ગામના રામ મંદિર થી નીકળીને સમગ્ર ગામમાં ફરી હતી.
શોભાયાત્રા માં બાળકો દ્વારા ભગવાન રામ,માતા સીતા અને લક્ષ્મણ સ્વપમાં વાજતે વાજતે પુરા ગામ માં ફર્યા હતા. આ વેળાએ ગામ લોકો દ્વારા ભગવાન રામ,સીતા અને લક્ષમણ ની આરતી ઉતારવામાં આવી હતી. જેમાં હનુમાન પાત્ર લોકો માટે આકર્ષણ બન્યું હતું.
શોભાયાત્રા માં શણગારેલ ઘોડા પણ જોડાયા હતા. અને બાળકો એ ઘોડે સવારી કરી હતી. શોભાયાત્રા માં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહ ભેર જોડાયા હતા, અને જય શ્રી રામ ના નારા લાગયા હોવાથી સમગ્ર ગામ મા ભકિતમય વાતાવરણ ઊભું થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઓડિશામાં માર્ગ અકસ્માતમાં 40 યાત્રાળુઓથી ભરેલી બસ પલટી, 4ના મોત
December 29, 2024 09:35 PMદક્ષિણ કોરિયામાં પ્લેન ક્રેશ, 179ના મોત, ઉતરાણ દરમિયાન વ્હીલ્સ ખુલ્યા નહીં, જાણો વિગતવાર
December 29, 2024 06:50 PM'હું H-1B વિઝામાં વિશ્વાસ કરૂ છું', ડોનાલ્ડ ટ્રમ્પે એલન મસ્કનું કર્યું સમર્થન, વિરોધીઓને મોટો ફટકો
December 29, 2024 06:48 PM'જડ્ડુ બહુ દાંત ન દેખાડ', મેચની વચ્ચે રોહિત શર્માએ રવિન્દ્ર જાડેજાને આપ્યો ઠપકો, વીડિયો વાયરલ
December 29, 2024 06:06 PM'હું H-1B વિઝામાં માનું છું', ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્કનું સમર્થન કર્યું, વિરોધીઓને મોટો ફટકો
December 29, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech