અત્યાર સુધી GST સુવિધા કેન્દ્ર જૂનાગઢમાં હોવાને કારણે જામનગરના વેપારીઓને જૂનાગઢ ધક્કા ખાવા પડતા હતા, હવે GST માટે જૂનાગઢ સુધી ધક્કા ખાવા પડશે નહીં...
જીએસટી કાયદાના અમલીકરણ બાદ સમયાંતરે સંયુક્ત રાજય કર કમિશનર કચેરી ને રાજકોટથી સ્થળાતર કરી જામનગરને બદલે જૂનાગઢ કાર્યરત કરવામાં આવી હતી. આ કારણે જામનગર અને આજુબાજુના અન્ય શહેર-જિલ્લાના વેપારીઓને જૂનાગઢ ધક્કા ખાવા પડતા હતા જે ધક્કા હવે ખાવા પડશે નહીં.
સરકાર દ્વારા જામનગરમાં GST સુવિધા કેન્દ્ર શરૂ કરવા માટે સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ સુવિધા ના કારણે હવે હાલારના વેપારીઓને છેક જૂનાગઢ સુધી ધક્કા ખાવા નહીં પડે અને તેમના સમય અને નાણાંનો બચાવ પણ થશે.
જામનગરમાં જીએસટી વિવાદ અને અન્વેષણના કેસ વધુ થતા હોય ત્યારે શહેરની કચેરીમાં સંયુકત રાજય કર કમિશ્નરની કાયમી નિમણુંક જરૂરી છે. આ માટે જામનગર ચેમ્બર ઓફ કોમર્સે અનેક વખત વિવિધ સ્તરે રજૂઆતો પણ કરી હતી. જુનાગઢ ડિવિઝનમાં સૌથી મોટું ઉધ્યોગ હબ જામનગર છે અને આથી જામનગરમાં જીએસટી વિવાદ અને અન્વેષણના કેસો વધુ થાય તે સ્વાભાવિક છે. હાલ જુનાગઢ ડિવિઝનમાં 85% જેટલા વિવાદ અને ટેડના કેસો જામનગરમાં છે છ્તા કોઈ કારણ વગર જામનગર – દેવભૂમિ દ્વારકાના વેપારીઓને વિવાદ-અપીલ તેમજ અન્ય કામ માટે જુનાગઢ - રાજકોટ ધક્કા ખાવા પડે છે. જીએસટી કંપયાયન્સ વાળો વેરો છે આમ છ્તા ક્યારેક વેબસાઇટ બંધ હોવાને લીધે કે સરવર ડાઉન હોવાને લીધે વેપારીઓ-ઉધોગકારોને પોતાના કેસો પૂરા કરાવવા 180 કે 24 કિલોમીટરના ધક્કા ખાવા થાય છે. જેને લીધે તેના સમય અને નાણાંનો વ્યય થાય છે. આજે પણ જામનગર તથ આસપાસના વિસ્તારો અને જિલ્લાઓમાથી નવા નંબર મેળવવા બાયોમેટ્રિકસ માટે તેમજ સયુંક્ત કમિશ્નરશ્રી (જોઇન કમિશ્નરશ્રી)ને સંબંધિત કાર્યો માટે જુનાગઢ જવું પડે તે બાબત જામનગર તથા આસપાસના વેપારીઓ માટે અન્યાય બાબત છે. જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બાયોમેટ્રિક્સ કચેરી જામનગર ખાતે લઈ આવવા માટેની સતત રજૂઆતો તથા સઘન પ્રયત્નો તથા સાંસદશ્રી પૂનમબેન માડમના પત્રથી નવા જીએસટી નંબર માટે બાયોમેટ્રિક્સ સુવિધા જામનગર શરૂ કરવા સરકારશ્રી તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળેલ છે. આથી આશા છે કે ટૂંક સમયમાં જામનગર ખાતે બાયોમેટ્રિક્સ સુવિધા શરુ થઈ જશે.
હાલ જુનાગઢ ખાતે કાર્યરત સયુંક્ત કમિશ્નરશ્રી (જોઇન્ટ કમિશ્નરશ્રી)ની કચેરી જુનાગઢથી સ્થળાંતર કરી રાજકોટ ખાતે ખસેડવા તજવીજ ચાલી રહી હોવાનું સંભળાય છે. તેમજ સરકારશ્રી દ્વારા બે નવી સયુંક્ત રાજ્ય કર કમિશ્નરશ્રી (જોઇન્ટ કમિશ્નરશ્રી) ની કચેરી ગુજરાતમાં વાપી તથા ભરુચ ખાતે શરૂ કરવામાં આવશે તેવી શક્યતા છે તેવામાં જામનગર ચેમ્બર દ્વારા ફરીથી વિવિધ કક્ષાએ જામનગર જીએસટી કચેરી ખાતે સયુંક્ત રાજ્ય કર કમિશ્નરશ્રી (જોઇન્ટ કમિશ્નરશ્રી) ની કાયમી નિમણૂક આપવા રજૂઆત કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech