ઝૈનાબાદ ખાતે સિપાઈ સમાજ ટ્રસ્ટ-ગુજરાતની જનરલ બોર્ડની મીટીંગ

  • July 13, 2024 11:01 AM 

સિપાઈ સમાજના સ્નેહ મિલન સમારોહ યોજાયા


સમગ્ર સૌરાષ્ટ્રના દરેક શહેર અને ગામોમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના છેવાડાના રણકાંઠે આવેલા  ઝૈનાબાદ (પાટડી) માં સિપાઈ ભાઇઓ ભેગા થયા હતા.


સિપાઈ સમાજ ટ્રસ્ટ - ગુજરાત દ્વારા આયોજિત સિપાઈ સમાજનું સ્નેહ મિલન અને સિપાઈ સમાજ ટ્રસ્ટની જનરલ બોર્ડની મીટીંગની શરૂઆત જુમ્મા મસ્જિદ(ઝૈનાબાદ)ના પેશ ઈમામ સાહેબ દ્વારા તિલાવતે કુરાનશરીફ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ અબ્દુલરહિમભાઈ કુરેશી(ઝૈનાબાદ) દ્વારા‌ મહેમાનોનું‌ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.


અઝીઝભાઈ ચૌહાણએ સિપાઈ સમાજ ટ્રસ્ટનો વાર્ષિક અહેવાલ રજુ કર્યો હતો.  ફકરૂદ્દીનભાઈ કુરેશીએ વાર્ષિક હિસાબ આપ્યો હતો. મુશર્રફભાઇ મોગલે ગત વર્ષની જનરલ સભામાના એજન્ડાનું વાંચન કરી, અમલમાં મૂકવામાં આવેલ કામો વિષે તથા કેટલા કામોનો અમલ ન કરી શક્યા તેના કારણોની વિસ્તૃત ચર્ચા કરી હતી. ડૉ. અવેશ ચૌહાણે સિપાઈ સમાજ ટ્રસ્ટના ઉદ્દભવના કારણો અને સિપાઈ સમાજ‌ ટ્રસ્ટનો પરિચય આપ્યો હતો.


પ્રશ્નોતરી સેશનમાં બહારથી આવેલા મહેમાનો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના નિષ્ણાતો દ્વારા જવાબ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ મોહસીનખાન પઠાણ દ્વારા વર્ષોથી કારોબારી સભ્ય રહેલા પણ નિષ્ક્રિય રહેતા કારોબારી સભ્યોને કારોબારીમાંથી દૂર કરવાનો ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો હતો, જેને તમામ જનરલ સભાના સભ્યોએ એકીસૂરે વધાવી લીધો હતો તેમજ બહુમતિથી આવા કારોબારી સભ્યોને કારોબારીમાંથી દૂર કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.


આ‌ ઉપરાંત સિપાઈ સમાજ ટ્રસ્ટ - ગુજરાત દ્વારા સિપાઈ સમાજના સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા નવયુવાઓને ભવિષ્યમાં જકાતફંડ‌માથી ફંડ‌ આપવાનું પણ નક્કી કરવામાં આવ્યુ હતું. તે‌ માટે કારોબારીને ફોર્મ તૈયાર કરી, ડોક્યુમેન્ટ એકત્રિત કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું. સિપાઈ સમાજની અપાતી સ્કોલરશીપમાં અલગ-અલગ  ઉચ્ચ અભ્યાસમાં ૧૦ % થી ૨૦% સુધીનો વધારો કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું.


ઝાલાવાડના અલગ અલગ ગામોમાંથી આવેલા સિપાઈ ભાઈઓ પણ સિપાઈ સમાજ ટ્રસ્ટ - ગુજરાતને સિપાઈ સમાજના વિકાસ માટે‌ સંપૂર્ણ સાથ-સહકાર આપવાની ખાત્રી આપી હતી.

અંતે લતીફભાઈ કુરેશી(ઝૈનાબાદ) દ્વારા આભારવિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સર્વે સભાસદ તથા મહેમાનો ન્યાઝ લઈ છુટા પડ્યા હતા. તેવીયાદી સિપાઇ સમાજ ટ્રસ્ટ ગુજરાતના પ્રમુખ ડો. અવેશ એ. ચૌહાણ સંહમત્રી ઈસ્માઈલખાન શેરવાની અને કારોબારી સભ્ય સિપાઈ સમાજ ટ્રસ્ટ-ગુજરાત મહમદ રફીક કેશરભાઈ સમા (જામનગર) દ્વારા પાઠવામા આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application