જિલ્લા સેવા સદન-2 ખાતે દર અઠવાડિયાના ગુરૂવાર અને શુક્રવારે GST સેવા કેન્દ્ર કાર્યરત રહેશે
જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યોની રજૂઆત, કરદાતાઓની સમસ્યાઓ અંગે વિવિધ વેપારી સંગઠનોની રજૂઆત, સરકારનો કરદાતાલક્ષી અભિગમ તથા “Ease of Doing Business” નો હેતુ તેમજ મુખ્ય રાજ્ય વેરા કમિશનરશ્રી, ગુજરાત રાજ્યના સકારાત્મક અને જનહિતકારી અભિગમને અનુસરી, જામનગર જિલ્લાના વેપારીઓ અને ઉદ્યોગકારોને નવા GST નોંધણી સંબંધિત પ્રક્રિયામાં સહેલાઈ અને પારદર્શક સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર જામનગર ખાતે GST સેવાકેન્દ્ર શરૂ કરવામાં આવશે.
નવા GST નોંધણી માટે અરજી કરનાર કરદાતાઓના દસ્તાવેજોની ચકાસણી તથા આધાર ઓથેન્ટિકેશનની પ્રક્રિયા સરળ અને સમયસર રીતે પૂર્ણ થાય તે હેતુસર તા.26 જાન્યુઆરી થી GST સેવાકેન્દ્ર જિલ્લા સેવા સદન–2, બીજો માળ, લાલ બંગલો કેમ્પસ, જામનગર ખાતે દર ગુરુવાર અને શુક્રવારના રોજ સવારે 10:30 થી 6:10 સુધી કાર્યરત રહેશે.
GST નોંધણી માટે દરેક નવી અરજીઓમાં સિસ્ટમ મુજબ સ્લોટ સિલેક્શન થોડા સમય માટે હાલ પુરતું જુનાગઢ દર્શાવવામાં આવી શકે છે તેમ છતાં આવી અરજીઓ માટે અરજદારોએ આધાર ઓથેન્ટિકેશન તથા દસ્તાવેજ ચકાસણી માટે નિર્ધારિત દિવસોમાં એટલે કે દર અઠવાડિયે ગુરુવાર અને શુક્રવારે જામનગર ખાતે આવેલ GST સેવાકેન્દ્ર પર હાજર રહેવાનું રહેશે.
આ કેન્દ્ર ખાતે નવા GST નોંધણી માટે ઓનલાઈન અરજી કરનાર કરદાતાઓને અરજી બાદ તેમના આધાર કાર્ડની ઓથેન્ટિકેશન પ્રક્રિયા તથા સંબંધિત દસ્તાવેજોની ચકાસણીની કાર્યવાહી કરવામાં આવશે, જેથી નોંધણી પ્રક્રિયામાં વિલંબ ટાળી શકાય અને ખોટી નોંધણી અટકાવી શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોનાના ભાવમાં મોટું ગાબડું, ચાંદી પણ સસ્તી થઈઃ જાણો નવા ભાવ
March 07, 2026 06:28 PMઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
