સંરક્ષણ દળોમાં જોડાવા ઈચ્છુક દ્વારકા જિલ્લાના યુવાઓ માટે નિઃશુલ્ક નિવાસી તાલીમ

  • June 20, 2024 09:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના યુવાનો આર્મીમાં ભરતી થઇ દેશસેવા અને રાષ્ટ્રહિતમાં પોતાનું યોગદાન આપે તેવા ઉમદા હેતુથી આર્મી રીક્રુટિંગ ઓફિસ, જામનગર દ્વારા આગામી તારીખ: 11 જૂનથી 20 જુલાઈ સુધી ભાવનગરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે લશ્કરી ભરતી મેળાનું આયોજન કરાયું છે. જે મુજબ સરકાર દ્વારા આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરી દળો તથા પેરા મિલિટરી ફોર્સિસની ભરતી પૂર્વે શારીરિક અને માનસિક ક્ષમતા માટેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં મુકવામાં આવી છે.


જે અંતગર્ત ચાલુ વર્ષે અત્રેની કચેરી દ્રારા યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણના કાર્યમાં થાય તે માટે 30 દિવસની એક નિવાસી તાલીમ વર્ગનું આયોજન જુન માસમાં કરવામાં આવ્યું છે. આ તાલીમમાં જોડાવવા ઈચ્છુક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ફક્ત પુરૂષ ઉમેદવારો પાસેથી દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરીને પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, બેંક પાસબુક, આધારકાર્ડ, 2 પાસપોર્ટ સાઈઝના ફોટો સાથે તા. 25 જૂન સુધીમાં પહોંચાડી જવાના રહેશે. આ તાલીમ વર્ગ દેવભૂમિ દ્વારકા ખાતે (નિ:શુલ્ક, રહેવા-જમવાનો ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવશે.) યોજવામાં આવશે.


તાલીમમાં જોડાવવા માટેની શૈક્ષણિક લાયકાતમાં ધો. 10 માં 45 ટકા સાથે અથવા ધો. 12 માં 50 ટકા સાથે કોઈપણ પ્રવાહમાં પાસ કર્યા હોવા જોઈએ. ઉમેદવારની ઉંમર 17.5 થી 23 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. તાલીમ વર્ગનો સમયગાળો 30 દિવસ રહેશે. ઉમેદવારની શારીરિક યોગ્યતા  ઉંચાઈ- 162 સે.મી., વજન- 50 કિલોગ્રામ,  છાતી- ફુલાવ્યા વગર 77 સે.મી. અને  ફુલાવેલી 82 સે.મી. હોવી જોઈએ. ઉમેદવારને શારીરિક યોગ્યતા માટે ઉંચાઈ, વજન, છાતી તથા શારીરિક કસોટીઓ જેવી કે દોડ, લાંબો કુદકો, પુલ અપ્સ વિગેરેની તાલીમ ભરતીને અનુરૂપ ફિઝીકલ તાલીમ આપવામાં આવશે.


અગાઉ નિવાસી તાલીમમાં જોડાયેલ ઉમેદવારો આ નિવાસી તાલીમમાં જોડાઈ શકશે નહીં. ઉમેદવારનું તાલીમ માટેની ફાઈનલ પસંદગી સંરક્ષણ ક્ષેત્રના નક્કી કરેલા શારીરિક માપદંડ મુજબ કરવામાં આવશે. આ નિવાસી તાલીમવર્ગમાં આર્મીની પ્રથમ તબક્કાની લેખિત પરિક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરીની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application