રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ નગરના દોઢ વર્ષીય મોક્ષના પગની નિઃશુલ્ક સર્જરી

  • June 14, 2024 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પા... પા... પગલી સરકારના ટેકાથી માંડી મેં...


દરેક વ્યક્તિ અને સમુદાયને આર્થિક ભારણ વગર સારામાં સારી આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં છે. તે પૈકી એક છે શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ. આ યોજના થકી ગુજરાતનાં અનેક બાળકોને લાભ મળ્યો છે. અને વિનામૂલ્યે અનેક ગંભીર બિમારીઓની સારવાર થઈ છે. જામનગર તાલુકાના કનસુમરા ગામમાં રહેતા મોક્ષ નામના બાળકને જન્મજાત પગની તકલીફ હતી. પરંતુ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી જી. જી. હોસ્પિટલમાં બાળકના ત્રાસા પગનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે.


જામનગર તાલુકાના કનસુમરા ગામે ચા ની હોટલ ચલાવતા બુદ્ધાભાઈ બાંભવાના દોઢ વર્ષીય પુત્ર મોક્ષને જન્મજાત ત્રાસા પગ હતા જેથી બાળક ચાલી શકતું ન હતું. જેના પરિણામે પરિવારમાં ચિંતાનો માહોલ હતો. આ દરમિયાન આરોગ્ય કેન્દ્ર લાખાબાવળની ટીમે બાળકના ઘરે જઇને તેના પિતાને ક્લબફૂટ વિષે વિગતવાર માહિતી આપી આગળની સારવાર માટે સમજાવામાં આવ્યા. બાદમાં સારવાર માટે મોક્ષને દર ૧૫ દિવસે  ૧ પાટો ( પ્લાસ્ટર ) એમ ૨૩ જેટલા પ્લાસ્ટર પગમાં લગાવામાં આવ્યા, ત્યારબાદ પગમાં પહેરવા માટે શૂઝ આપવામાં આવ્યા. પ્રાઇવેટ હોસ્પિટલ માં ૧ પ્લાસ્ટરની કિંમત રૂ.૨૦૦૦ અને શૂઝની કિંમત રૂ.૪ થી ૫ હજાર છે. પરંતુ મોક્ષને શુઝ પેરવાથી સુધારો ન થતાં જી.જી.હોસ્પિટલ ખાતે નિષ્ણાંત ડોકટરો દ્વારા ખુબજ કુનેહથી  ટીનોટોમી (પગની સર્જરી) કરવામાં આવી અને ૨ દિવસ દાખલ રાખી રજા આપવામાં આવી હતી. 


હાલ મોક્ષ પોતાના પગ પર ધીમે ધીમે ચાલી શકે છે.અને સ્વસ્થ્ય પણ સારું છે. બાળક તેના પગ પર ચાલી શકે એનાથી મોટી ખુશી પરિવાર અને માતા પિતા માટે શું હોય. બાળકની સમગ્ર સર્જરી તેમજ સારવાર જી.જી.હોસ્પિટલ ખાતે (RBSK ) રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે કરવામાં આવતા પરિવારે સરકાર તેમજ ડૉક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application