ભાણવડમાં ચકલીઘર-પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ

  • March 19, 2025 10:59 AM 

એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું વિતરણ


દેવભૂમિ દ્વારકાના ભાણવડ પંથકમાં છેલ્લા પંદરેક વર્ષોથી અબોલ જીવોની સેવા માટે કાર્યરત એનિમલ લવર્સ ચેરી. ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ગરમીની ઋતુમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીઘરનું વિતરણ કરાય છે. 


ત્યારે હાલ ગરમી અને તાપ પડવાનું શરૂ થઈ ગયું છે ત્યારે અઢારમી માર્ચને મંગળવારના રોજ શિવ બળદ આશ્રમ ખાતે વિતરણનું આયોજન કરાયું હતું.


જેમાં 3000 જેટલા ચકલીઘર અને 1500 જેટલા માટીના પાણી માટેના કુંડાનું દાતાશ્રીઓની આર્થિક સહાયથી વિતરણ કરાયું હતું. સોશિયલ મીડિયાના કારણે પંથકના મોટા ભાગના ગામોના લોકોએ ચકલીઘર અને કુંડાનો લાભ લીધો હતો.


આ કાર્યક્રમમાં ભાણવડ પી.એસ.આઈ. કે. કે. મારું સાહેબ, જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંદીપભાઈ ખેતિયાસાહેબ, તાલુકા હોમગાર્ડ કમાન્ડન્ટ, નવલસિંહ, પોલીસકર્મી અને હોમગાર્ડ જવાનો તેમજ બ્રહ્મ સમાજ અગ્રણી ડૉ. રમેશચંદ્ર ભટ્ટ, પ્રકાશભાઈ પંડ્યા અને વન વિભાગના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ અને શિવ બળદ આશ્રમના તમામ સભ્યોંનો સિંહ ફાળો રહ્યો હતો.


આ તકે એનિમલ લવર્સના પ્રમુખ અશોકભાઈ ભટ્ટે જાહેર જનતાને ઉનાળાની ગરમી દરમ્યાન નિર્દોષ પક્ષીઓ માટે આપણા ઘરોની આસપાસ પાણી અને ચણની વ્યવસ્થાના માનવતાવાદી કાર્ય માટે પણ અપીલ કરાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application