અગાઉની બાબતનું મનદુ:ખ રાખીને લાકડીઓ ફટકારી
બિહાર રાજ્યના ભોજપુર જિલ્લાના મૂળ રહીશ અને હાલ મીઠાપુરમાં રહી અને ટાટા કંપનીમાં ખાનગી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહેલા રજેશકુમાર શાલીક યાદવ નામના ૩૨ વર્ષના યુવાન તેમની ફરજ પર અગાઉ હતા, ત્યારે તેમને ચોક્કસ વિસ્તારમાંથી નીકળવા ન દેવાની બાબતનો ખાર રાખીને દ્વારકા તાલુકાના વસઈ ગામના ભીમાભા આશાભા સુમણીયા, વનરાજભા ગજુભા જામ, સુભાષભા અજુભા કેર અને નિલેશભા રાણાભા સુમણીયા નામના ચાર શખ્સોએ પૂર્વયોજિત કાવતરું રચી, અને એકબીજાની મદદગારી કરીને લાકડી સાથે ધસી આવ્યા હતા.
જ્યાં આરોપીઓએ ફરિયાદી રજેશકુમાર યાદવને બેફામ માર મારી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ચારેય શખ્સો સામે આઈપીસી કલમ ૧૨૦ (બી), ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech