ભાણવડ તાલુકાના વાનાવડ ગામે રહેતા અરવિંદભાઈ ઉર્ફે અરજણભાઈ પોલાભાઈ મકવાણા નામના 34 વર્ષના માલધારી યુવાન શનિવારે તેમના મોટરસાયકલ પર બાળકોને શાળાએ મૂકી અને પરત ફરી રહ્યા હતા. ત્યારે જમીનમાં રસ્તો કાઢવા બાબતના જુના મનદુઃખનો ખાર રાખીને આ જ ગામના ભીખા નાથા મકવાણા, ભારા ભીખા, કરમણ ભીખા અને ભૂરા ભીખા મકવાણા નામના ચાર શખ્સોએ તેમને નદીના પુલ પાસે અટકાવ્યા હતા.
ગુનાહિત ઇરાદે આરોપી શખ્સોએ ફરિયાદી અરવિંદભાઈ ઉર્ફે અરજણભાઈ મકવાણાને રોકીને લાકડી તેમજ કુહાડી વડે હુમલો કર્યો હતો. આમ, આરોપીઓ દ્વારા તેમને બીભત્સ ગાળો કાઢી, બેફામ માર મારી, ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે હુમલો કરીને નાસી છૂટેલા તમામ ચાર આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ ગુજરાત પોલીસ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. એસ.એમ. હુણ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech