ગુજરાત એસ.ટી.ના ભુતપુર્વ જનરલ મેનેજરની પોરબંદર જિલ્લાના અધિક કલેક્ટર તરીકે થઇ નિમણુંક

  • December 28, 2024 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાત એસ.ટી.ના ભુતપુર્વ જનરલ મેનેજરની પોરબંદર જિલ્લાના અધિક કલેક્ટર તરીકે નિમણુંક થતા એસ.ટી ડેપોના આગેવાનોએ તેમનું સન્માન કર્યું હતુ.
ગુજરાત એસ.ટી.ના ભુતપુર્વ જનરલ મેનેજર અને એસ.ટી. નિગમમાં પોતાની કર્તવ્ય નિષ્ઠાથી એક આગવી છાપ ઊભી કરનાર  જે.બી. વદરની પોરબંદર જિલ્લાના અધિક કલેક્ટર તરીકે નિમણુંક થતા પોરબંદર જિલ્લાના એસ.ટી. કર્મચારીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળેલ અને પોરબંદર એસ.ટી.ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ  એચ.એમ. રૂઘાણી, એસ.ટી.ના આગેવાનો  ભુરાભાઈ દાસા, રાજાભાઈ ઓડેદરા, ભરતભાઈ ઓડેદરા અને એસ.ટી.ના કર્મચારીઓએ  જે.બી.વદરની શુભેચ્છા મુલાકાત લઈ પુષ્પગુચ્છ અને શાલથી સ્વાગત કરી સન્માન કરેલ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે,ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે પણ તેમણે નોંધપાત્ર સેવાઓ આપેલી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application