વિદેશી દારૂ સાથે જુનાગઢનો શખ્સ ઝબ્બે
ખંભાળિયામાં ધરાનગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા અભયગીરી ગુલાબગીરી ગોસ્વામી નામના ૩૦ વર્ષના શખ્સના એક્સેસ મોટરસાયકલમાંથી પોલીસે વિદેશી દારૂની છ બોટલ કબજે કરી હતી. આ દરોડામાં પોલીસે રૂપિયા ૨,૪૦૦ ની કિંમતના દારૂ તેમજ એક મોબાઈલ ફોન અને રૂપિયા ૯૦,૦૦૦ ની કિંમતના મોટરસાયકલ મળી, કુલ રૂપિયા ૯૭,૪૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી અભયગીરી ગોસ્વામીની અટકાયત કરી હતી.
અન્ય એક કાર્યવાહીમાં અહીંના હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુર તથા સ્ટાફ દ્વારા અત્રે યોગેશ્વર નગર વિસ્તારમાં આવેલી મધુરમ સોસાયટી ખાતે રહેતા અને વાણંદ કામની દુકાન ધરાવતા જીગ્નેશ કારાભાઈ ભટ્ટી (ઉ.વ. ૩૧) દ્વારા પોતાની દુકાનમાં રાખવામાં આવેલી વિદેશી દારૂની ત્રણ બોટલ તેમજ એક મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા ૬,૨૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી જીગ્નેશ ભટ્ટીની અટકાયત કરવામાં આવી હતી. આ પ્રકરણમાં ફરારી તરીકે જામનગરના મહેશ બારાઈનું નામ જાહેર થયું છે. જે અંગે ખંભાળિયા પોલીસમાં ગુનો નોંધાયો છે.
ભાણવડ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામનો મૂળ રહીશ અને હાલ જૂનાગઢમાં વંથલી રોડ પર શ્યામવીર એપાર્ટમેન્ટમાં રહેતા ગઢવી પેથા સાંગણ સંધીયા (ઉ.વ. ૨૪) ને રૂ. ૪,૦૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૧૦ બોટલ સાથે દબોચી લેવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં સપ્લાયર તરીકે જુનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા બાવનભાઈ પોલાભાઈ ગળચરનું નામ જાહેર થયું છે.
***
ભાણવડમાં પીધેલી હાલતમાં આઈસર ચાલક ઝબ્બે
આઈસર ટ્રક નંબર જી.જે. ૦૬ એ.એક્સ. ૯૦૬૫ લઈને નીકળેલા સવદાસ રણમલભાઈ ભોચીયા (ઉ.વ. ૩૫, રહે. રાજપરા, તા. કલ્યાણપુર)ને પોલીસે ઝડપી લઈ, તેની સામે પ્રોહીબીશન એક્ટ તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech