જામનગરમાં સતત ત્રીજા દિવસે પણ 60 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો

  • July 13, 2024 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઇકાલે મેઘરાજાએ વિરામ પાડતા વાવણી કાર્ય પુરજોશમાં: સાત દિવસ સુધી વરસાદની આગાહી


હાલારમાં ગઇકાલે સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો, શહેરમાં વાદળો બંધાયા હતાં અને હળવા છાંટા પડયા હતાં, પરંતુ સાંજે પવનની ઝડપ વધીને 60 કિ.મી. થઇ હતી, આજ સવારથી જ જામનગરમાં વાદળીયું વાતાવરણ છે, બીજી તરફ ગામડાઓમાં મગફળી અને કપાસનું વાવેતર પુરજોશમાં ચાલું છે, એક અંદાજ મુજબ આશરે પોણા બે લાખ હેકટરમાં આ વાવેતર થઇ ચૂકયું છે.


કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્‌યા મુજબ મહત્તમ તાપમાન  33.5 ડીગ્રી, લઘુતમ તાપમાન 28 ડીગ્રી, હવામાં ભેજ 82 ટકા અને પવનની ગતિ 55 થી 60 કિ.મી. પ્રતિકલાક રહી હતી. આજ સવારથી જ બફારો શ થઇ ગયો છે. જામનગર સહિત દેવભુમિ દ્વારકા જિલ્લાના કેટલાક ગામડાઓમાં આજ સવારથી વાદળીયું વાતાવરણ જોવા મળ્યું છે અને કેટલાક સ્થળોએ ઝાપટા પડયા છે.


ગામડાઓમાં પણ ફરીથી બે દિવસમાં સારો વરસાદ થયો છે, 15 ડેમમાં નવા નીરની આવક થઇ છે જયારે અનેક ચેકડેમો ભરાઇ ચૂકયા છે ત્યારે પીવાના પાણીની સમસ્યા હાલ તો થોડા ઘણા અંશે ઉકેલાઇ ગઇ છે.


દશેક દિવસથી મેઘરાજાએ વિરામ રાખ્યો હતો અને હવે ફરીથી બે દિવસથી ગામડાઓમાં જોરદાર વરસાદ શ થયો છે. ત્યારે ધરતીપુત્રો વાવણી કાર્યમાં લાગી ગયા છે, ખાસ કરીને હાલારના મોટાભાગના વિસ્તારોમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવે છે, જયારે મગફળી ઉપરાંત શાકભાજી, તલ, એરંડા અને ઘાસચારાનું પણ વાવેતર ધીમે-ધીમે શ થઇ ચૂકયું છે, જામનગરમાં પણ વાદળો છવાતા રહેતા હોય છે, પરંતુ વરસાદ વરસતો નથી.


કાલાવડ, જામજોધપુર સહિતના કેટલાક વિસ્તારોમાં મગફળી અને કપાસનું વાવેતર શ થઇ ગયું છે, લગભગ 1.75 લાખ હેકટરમાં વાવેતર થયું છે ગયા વખતે 3.48 લાખ હેકટરમાં કપાસ, મગફળી સહિત અન્ય ચીજવસ્તુઓનું વાવેતર થયું છે અને કેટલાક ગામડાઓમાં 40 ટકા જેટલો વરસાદ ત્રણ દિવસમાં પડી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application