જામનગરમાં ફુડ શાખાનું ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ

  • July 26, 2024 10:52 AM 

જામનગર શહેરના કેટલાક વિસ્તારોને કોલેરા ભયગ્રસ્ત જાહેર: શહેરના ૧૫ પાણી-પુરીના ધંધાર્થીઓ અને આઠ શેરડીના રસના વેચાણ કેન્દ્ર બંધ કરાવાયા: ૭૮ કિલો પાણીપુરીનું પાણી-૧૧ કિલો પાણીપુરીનો માવો, ૧૦૩ કિલો બરફ અને પાંચ કિલો મંચુરિયનનો સ્થળ ઉપર નાશ કરાવાયો


જામનગર શહેરના વધુ કેટલાક વિસ્તારોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાયા પછી જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દોડતી થઈ હતી, અને શહેરના ૫૦ થી વધુ ખાણીપીણીના સ્થળો પર ચેકિંગ હાથ ધરી કલોરીનેશન સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી, જયારે ૧૫ પાણીપુરીના ધંધર્થી અને આઠ શેરડીના રસના વેચાણ બંધ કરાવાયા છે, જ્યારે કેટલીક અખાદ્ય સામગ્રીનો નાશ કરાવાયો હતો.


જામનગર મહાનગરપાલિકા ની હદ વિસ્તાર મા મ્યુનિ. કમિશનરશ્રી ના જાહેરનામાં અંતર્ગત આરોગ્ય અધિકારી ના હુકમ અન્વયે જામનગર શહેર મા પાણીપુરી, બરફ, ગોલા, શેરડી નો રસ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાથી શહેર ના જુદા જુદા વિસ્તાર જેવા કે, જનતા ફાટક, ખોડિયાર કોલોની,લાલ બંગલો, એસ.ટી. રોડ, રણજીતનગર, મેહુલનગર, મીગ કોલોની, સમર્પણ સર્કલ, પટેલ કોલોની વિકાસ ગૃહ રોડ, ગુરુદ્વારા સર્કલ, જી.જી હોસ્પિટલ સામે, ગાંધીનગર, રામેશ્વર, નવાગામ ઘેડ, ખડખડ નગર વગેરે વિસ્તાર માં ચેકીંગ કરાયું હતું.


ખાણીપીણી જેવી કે પાણીપુરી, ગોલા, શેરડી નો રસ, બરફ, ફાસ્ટફૂડ, બનાવતા ફૂડ બિઝનેશ ઓપરેટર ને ત્યાં રૂબરૂ ઇન્સપેક્શન દરમિયાન સ્થળ પર ક્લોરીન મંગાવી પાણી મા કલોરીનેશન કરાવી સતત કલોરીનેશન જાળવવા, ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા, સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા, તથા ચેકિંગ દરમિયાન ૪૦૦ ક્લોરીન ની ગોળી નું વિતરણ કરવાની ની કામગીરી કરવામાં આવી હતી.


જે પૈકી ૧૫ પાણીપુરી અને ૮ શેરડી ના રસ, નું વેચાણ બીજો આદેશ ન થાય ત્યાં સુધી બંધ કરાવ્યું છે. તેમજ ૭૮ લીટર પાણીપુરી નું પાણી અને ૧૧ કિલો પાણીપુરી નો માવો તથા ૧૯૩ કિલો બરફ નો નાશ કરાવ્યો છે. તથા ૫ કિલો મંચુરિયન નો પણ નાશ કરાવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application